Ahmedabad Rain Update: હવામાન વિભાગની આગાહી મુજબ આજથી શરૂ થતાં વરસાદના આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતમાં સારો વરસાદની શક્યતા છે. ગઇ કાલથી અમદાવાદમાં પણ વરસાદનું જોર વધ્યું છે. ગઇ કાલ રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. આજે સવારથી અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, સતત વરસી રહેલા ઉપરવાસ વરસાદના કારણે સાબરમતી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ઉપરવાસમાં વધુ વરસાદથી ફરી અમદાવાદને એલર્ટ કરાયું છે. વાસણા બેરેજના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવકના કારણે  વાસણા બેરેજમાં

ગેટ નં 16થી 29 એમ કુલ 21 ગેટ ખોલવામાં  આવ્યા છે.  સાબરમતી નદીમાં હાલ 35 હજાર 914 ક્યુસેક પાણી છોડાયું છે. વાસણા બેરેજના 21 ગેટ ખોલાયા હોવાથઈ વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકાના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. શુક્રવારના સ્થિતિની સમીક્ષા બાદ વધુ પાણી છોડવા અંગે નિર્ણય કરાશે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ વરસશે. રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્કયુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની છે.... આજે 13 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે... યલો એલર્ટ વાળા જિલ્લાની વાત કરીએ તો મહિસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે... તો બે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસશે. તો દરિયાકાંઠાના વિસ્તારમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન વ્યકત કરાયું... ત્રણ- ત્રણ સિસ્ટમ સક્રિય થતા માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.... રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 85.73 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 89.10 ટકા, ઉત્તર ગુજરાતમાં 88.73 ટકા, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા અને મધ્ય ગુજરાતમાં 81.03 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.... અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં 13% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આગામી 24 કલાકમાં  પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ,નર્મદા, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, અમદાવાદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, આણંદ,ખેડા. આ તમામ વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન છે તો જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર રાજકોટમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી  કે 8 સપ્ટેમ્બર સુધી  ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.