ગાંધીનગર: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી વરસાદની આગાહી કરી છે. 9 ઓગસ્ટથી ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. અરબી સમુદ્રમાં લો પ્રેશર અને રાજસ્થાન પાસે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે તો અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.


હવામાન વિભાગે આગાહી કરી છે કે, અગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ-મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં ભારે વરસાદની પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર અને રાજસ્થાન પાસે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

રાજ્યમાં સારો વરસાદ પડે તેવી બે સિસ્ટમ સક્રિય થઈ છે, જેને પગલે રાજ્યમાં આગામી ચાર દિવસ સારો વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલ સાંજથી જ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં લો પ્રેશર અને રાજસ્થાન પાસે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

વલસાડ, ભરૂચ, નવસારી, સુરત, દાદરાનગર હવેલી તો ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ તો અતિભારે વરસાદ પણ વરસી શકે છે તો અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.