અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં હાઈપ્રોફાઇલ દારૂની મહેફિલ સામે આવી છે. ગુરુકુળ રોડ પર આવેલ પુષ્ટિ હાઈટ્સમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. ઓફિસમાં દારૂની મહેફિલ માણતા 6 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. વસ્ત્રાપુર પોલીસે બાતમીના આધારે રેડ પાડીને દારૂની મહેફિલ ઝડપી પાડી છે. 6 લોકોની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે, ગુરુકુળ રોડ પર આવેલા પુષ્ટિ હાઇટ્સ નામના કોમ્પ્લેક્ષમાં આવેલી છઠ્ઠા માળે આવેલી ઓફિસમાં કેટલાક શખ્સ દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેના આધારે પોલીસે ઓફિસમાં દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલા છ નબીરાને ઝડપી પાડ્યા હતા.
અમદાવાદમાં હાઈપ્રોફાઇલ દારૂની મહેફિલનો પર્દાફાશઃ ઓફિસમાં દારૂ પીતા 6 નબીરા ઝડપાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2020 12:48 PM (IST)
ગુરુકુળ રોડ પર આવેલ પુષ્ટિ હાઈટ્સમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. ઓફિસમાં દારૂની મહેફિલ માણતા 6 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -