અમદાવાદ: મધ્ય રાજસ્થાન અને અન્ય વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણને પગલે ઠંડક પ્રસરી ગઈ છે.

આ સિસ્ટમની અસર હેઠળ શનિવારે ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વધુમાં તેજ પવનની સાથે અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.

નોંધનીય છે કે, શુક્રવારે સાંજે મહેસાણા અને સાબરકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે આજે પણ વરસાદી ઝાપટાંની શક્યતા છે.