કુતિયાણા (પોરબંદર)માં 139 મીમી, જલાલપોર (નવસારી)માં 136 મીમી, પોશીના (સાંબરકાંઠા)માં 125 મીમી, રાજકોટ 123 મીમી, ખેડબ્રહ્મા (સાબસકાંઠા)માં 116 મીમી, પોરબંદરમાં 104 મીમી, નવસારીમાં 101 મીમી અને માણાવદર (જૂનાગઢ)માં 99 મીમી વરસાદ નોંધાયો હતો.
સોમવારે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન રાજકોટમાં 84 મીમી, જોડિયામાં 47 મીમી, નવસારીના ગણદેવીમાં 32 મીમી, ચિખલીમાં 27 મીમી, ટંકારામાં 27 મીમી અને વાંકાનેરમાં 27 મીમી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસોમાં રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. તેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સોમવારે ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડવાનું ચાલુ રહેશે. આ તાલુકાઓમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે.
ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે હાલ ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ વરસાદી સિસ્ટમના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉતર ગુજરાતમાં પણ 3થી 5 સપ્ટેમ્બર ભારે વરસાદ થશે.