અમદાવાદઃ અમદાવાદઃ ભાદરવા મહિનાના પ્રથમ દિવસે જ ગરમીમાં શેકાઈ ગયેલા અમદાવાદીઓ માટે સારા સમાચાર છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. 3 થી 5 સપ્ટેમ્બરના રોડ ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.



આજે સવારથી કચ્છ, સુરત, સાબરકાંઠા, નવસારી, જેતપુર, ભાવનગર, પોરબંદર, ખેડબ્રહ્મા, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢમાં પણ મેઘમહેર થઈ છે. શનિવારે અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં દિવસ દરમિયાન વરસાદી છાંટાથી લઇને વરસાદી ઝાપટા પડ્યાં હતા. પરંતુ, વરસાદની ગેરહાજરીથી અમદાવાદ સહિત 8 શહેરોમાં પારો 34.0 ડિગ્રી પાર કરી જતાં લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો.


હવામાન એજન્સી સ્કાયમેટના કહેવા પ્રમાણે, 23 વર્ષમાં આ વખતે ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ થયો, જે સામાન્યથી 16% વધુ છે. જૂનમાં સામાન્યથી 33% ઓછો અને જુલાઈમાં સામાન્યથી 5% વધુ વરસાદ નોંધાયો. જુલાઈ અને ઓગસ્ટને જોડીએ તો છેલ્લાં 25 વર્ષમાં આ બે મહિનામાં સૌથી વરસાદ થયો, જે સામાન્યથી 10% વધુ છે. દેશના 84% હિસ્સામાં સામાન્યથી વધુ વરસાદ થયો છે.