અમદાવાદઃ આમ તો તમે પતિ પત્ની વચ્ચેના ઝગડાઓના કિસ્સા સાંભળીયા હશે પરંતુ આજે નારણપુરામાં એક પતિએ હદ વટાવી દીધી છે. કેમ કે જાહેરમાં પત્નીનો કાન કાપી નાખી ફરાર ગયો હતો. પાયલ રાવલ નામની મહિલા અમદાવાદના નારણપુરા વિસ્તાર મહાત્મા ફલેટમાં પોતના પિતા સાથે રહતી હતી. અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. પાયલ રાવલના દોઢ વર્ષ પહેલા ધર્મેશ રાવલ સાથે સામાજિક રીતિરિવાજ મુજબ લગ્ન થયા હતા અને લગ્નના થોડા જ દિવસોમાં પતિ તરફથી ત્રાસ આપવાનું શરુ થયું હતું. પતિ ધર્મેશ રાવલે પાયલ રાવલ જ્યારે શાળાથી નોકરી પુરી કરી પોતના પિતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અંકુર ચાર રસ્તા નજીક પતિ ધર્મેશે જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે પાયલ ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે પાછળથી આવી પતિ ધર્મેશે માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ત્યાર પાયલ રાવલનો કાન કપાય ગયો હતો. જાહેરમાં આ ઘટના બનતા લોકો એકઠા થઇ જતા પતિ ધર્મેશ ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસની પ્રાથમિક તાપસમાં બહાર આવ્યું છે કે છેલા સાત માસથી પાયલ અને ધર્મેશ અલગ અલગ રહેતા હતા તો હાલ પોલીસે પતિ ધર્મેશ રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.