અમદાવાદઃ દલિત નેતા જીજ્ઞેશ મેવાણી પર થયેલી પોલીસ ફરિયાદ બાદ આજે જીજ્ઞેશ મેવાણી મીડિયા સામે આવ્યો હતો. અને પોતાના પર થયેલી ફરિયાદને પોલીસનું અને સરકારનું ષડયંત્ર ગણાવ્યું હતું. જીજ્ઞેશે જણાવ્યું હતુ કે, 1 ઓક્ટોબરે રેલ રોકો આંદોલનને તોડી પાડવા આ ફરિયાદ કરવામાં આવી છે. પણ કોઇ પણ સંજોગોમાં આ રેલ રોકો આંદોલન થઇને જ રહેશે. અને મેં કઇ પણ અરાજક્તા ફેલાવી હોઇ કે સરકારી સંપત્તિને નુક્શાન પહોંચાડ્યું હોય તો પોલીસ પુરાવા રજૂ કરે.

જીજ્ઞેશે સરકારને ચીમકી આપી કે અમારી માંગણીનો જો સ્વીકાર નહી થાય તો શહેરના 5 મુખ્ય બ્રિજ અમે બંધ કરી દેવામાં આવશે.