અમદાવાદ: અમદાવાદમાં એક અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. ખાનગી બેંકની આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવી રહેલી મહિલા જાડી હોવા છતાં ટૂંકા કપડાં પહેરવા દબાણ કરીને પતિ રૂપિયા, લેપટોપ અને સ્કૂટરની માંગણી કરીને મારઝૂડ કરતો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. પત્નીએ ફરિયાદમાં પતિના ભાગીદાર, માસી, સાસુ, નણંદ અને નણંદોઈ પણ ત્રાસ આપતાં હોવાનો ઉલ્લેખ કર્યો છે.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા પ્રગતિનગર ફ્લેટમાં રહેતા 30 વર્ષનાં અનુજા કોઠારી 7 વર્ષથી એચડીએફસી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. અનુજાબહેનના લગ્ન હર્ષિલ કોઠારી સાથે 2017માં થયા હતા. લગ્નનાં થોડાં જ દિવસો બાદ પતિએ પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.
પત્ની જાડા હોવાથી હર્ષિલ તેમને ટૂંકા કપડાં પહેરવા દબાણ કરતો હતો. ગત જૂન મહિનામાં અનુજાબહેનના માતાની તબિયત સારી ન હોવાથી તે માતાનાં ઘરે ગયા હતાં. ત્યાર બાદ થોડા દિવસ બાદ તે પાછી પતિનાં ઘરે ગઈ હતી. જ્યાં તેમના સાસુએ તેમને ઘરમાં આવવા દીધા ન હતાં. તે દરમિયાન થોડી બોલાચાલી થઈ હતી.
સાસરી પક્ષે છુટા છેડા માટે કોર્ટમાં અરજી કરી દીધી હતી. તેમ છતાં સમાજના આગેવાનો અને પરિવારના સભ્યોની દરમિયાનગીરીને પગલે અનુજા સાસરીમાં પાછા જવાની વાત કરી હતી. પરંતુ સાસરી પક્ષ તૈયાર થયો ન હતો. જેથી આ અંગે અનુજાબહેને નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં પતિ રોજ પત્નીને ટૂંકા કપડાં પહેરવા માટે દબાણ કરતો હતો પછી શું થયું? જાણો કારણ
abpasmita.in
Updated at:
30 Aug 2019 10:35 AM (IST)
પત્ની જાડા હોવાથી હર્ષિલ તેમને ટૂંકા કપડાં પહેરવા દબાણ કરતો હતો. ગત જૂન મહિનામાં અનુજાબહેનના માતાની તબિયત સારી ન હોવાથી તે માતાનાં ઘરે ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -