અમદાવાદઃ નવા નરોડામાં પતિ અને સાસરિયાઓએ પરિણીતાનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ પરિણીતાની લાશને બાજુના મકાનના ધાબા પર પાણીના ટાંકામાં ફેંકી દઈને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. કૃષ્ણનગર પોલીસે પાંચ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મહારાષ્ટ્રના જલગાવ તાલુકાના રહેવાસી દગડું માલીની પુત્રીના લગ્ન નવા નરોડા વિસ્તારમાં આવેલા પાર્શ્વનાથ ટાઉનશીપમાં રહેતા નિલેશ સાથે થયા હતાં. લગ્ન બાદ પરિણીતાના સાસુ-સસરા, જેઠ અને જેઠાણીએ લગ્નમાં કરિયાવર ઓછો લાવી છે કહી શારીરિક-માનસિક ત્રાસ શરૂ કર્યો હતો. જેઠાણી પરિણીતાને તેના પતિ સાથે આડા સંબંધને લઈને પણ પરિણીતા પર માનસિક-શારીરીક ત્રાસ આપવામાં આવતો હતો.




કૃષ્ણનગર પોલીસે પરિણીતાની લાશનું પીએમ કરાવ્યું હતું જેમાં પ્રાથમિક રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ હતું. જેથી કૃષ્ણનગર પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપવા તજવીજ શરૂ કરી છે.