અમદાવાદ: મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ઈસ્કોન બ્રિજ પર એક ટ્રક ચાલકે બાઈક પર જતાં યુવક-યુવતીને અડફેટે લીધા હતા જેમાં યુવતીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત બાદ બાઈક ચાલક મૃતક યુવતીની પરવા કર્યા વિના નાસી છૂટ્યો હતો. આ મામલે પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.
એસ.જી હાઈવે પર યુવક-યુવતી બાઈક પર જઈ રહ્યાં હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતા યુવક-યુવતી નીચે પટકાયા હતા. જેને પગલે યુવતીનું માથું ટ્રક નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત એટલે ભયાનક હતો કે યુવતીનું માથું આખું ટ્રક નીચે ચગદાઈ ગયું હતું અને ટૂકડાં થઈ ગયા હતા. લોકો ભેગા થઈ જતાં ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો અને ટ્રાફિક પોલીસને હવાલે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ યુવતીની ઓળખ થઈ શકી નથી.