અમદાવાદ: અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકોને હચમચાવી દીધા હતા. તેજ ગતિએ ઉડાન ભરતી વખતે વિમાન સીધું હોસ્પિટલના હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જોરદાર વિસ્ફોટો, આગ, ધુમાડા અને ચીસોથી બધા ચોંકી ગયા. આ અકસ્માતમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. તે વ્યક્તિનું નામ વિશ્વાસ કુમાર રમેશ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચમત્કારિક રીતે બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશને મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. આ દરમિયાન બચી ગયેલા આ વ્યક્તિએ તમામ હકીકત જણાવી હતી.
એકમાત્ર બચી ગયેલા મુસાફરે જણાવ્યું સત્ય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી હતી. તેઓ આ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા મુસાફર વિશ્વાસ કુમાર રમેશને પણ મળ્યા હતા. વિશ્વાસે કહ્યું કે હું વિમાનમાંથી કૂદી પડ્યો ન હતો પરંતુ સીટ સાથે વિમાનમાંથી બહાર આવ્યો હતો.
અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું
હોસ્પિટલમાં દાખલ વિશ્વાસ કુમારે દુર્ઘટના વર્ણવતા કહ્યું કે રનવે પર વિમાન ગતિ પકડતા જ તેમને કંઈક વિચિત્ર લાગ્યું. અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું. સન્નાટો, પછી અચાનક લીલી અને સફેદ લાઇટ ચાલુ થઈ ગઈ. એવું લાગતું હતું કે પાઇલટે ટેકઓફ માટે પોતાની બધી તાકાત લગાવી દીધી હોય. અને પછી તે સીધી હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું.
વિશ્વાસ કુમારે કહ્યું કે વિમાનનો જે ભાગમાં મારી સીટ હતી તે બિલ્ડિંગના નીચેના ભાગમાં અથડાઈ હશે. ઉપરના ભાગમાં આગ લાગી હતી, ઘણા લોકો ત્યાં ફસાઈ ગયા હતા. કદાચ હું સીટ સાથે નીચે પડી ગયો. હું કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. દરવાજો તૂટેલો હતો, અને મેં સામે થોડી ખાલી જગ્યા જોઈ તેથી મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. તે કહે છે કે બીજી બાજુ દિવાલ હતી, કદાચ ત્યાંથી કોઈ બહાર નીકળી શકે તેમ નહોતું. રમેશ વિશ્વાસે કહ્યું કે તેની નજર સામે બે એર હોસ્ટેસ, એક કાકા-કાકી અને બધા જ બળી રહ્યા હતા. આ અકસ્માતમાં વિશ્વાસનો ડાબો હાથ ખરાબ રીતે દાઝી ગયો હતો, પરંતુ તેનો જીવ બચી ગયો હતો. તે કહે છે કે બહાર આવતાની સાથે જ આગ ફેલાઈ ગઈ હતી. જો થોડી સેકન્ડ વધુ મોડું થયું હોત તો કદાચ...