ICAI:  ICAI ની અમદાવાદ શાખાએ વર્ષ 2023-24 માટે નવા પદાધિકારીઓની જાહેરાત કરી છે. અમદાવાદ શાખાના પ્રથમ મહિલા ચેરપર્સન તરીકે સીએ (ડૉ) અંજલિ ચોક્સી, વાઇસ ચેરપર્સન તરીકે સીએ સુનિલ સંઘવી, સેક્રેટરી તરીકે સીએ અભિનવ માલવિયા અને ટ્રેઝરર તરીકે સીએ રિંકેશ શાહ ચૂંટાયા છે.


અમદાવાદ બ્રાન્ચના 62 વર્ષના ઈતિહાસમાં પ્રથમ મહિલા ચેરપર્સન


અમદાવાદ બ્રાન્ચના 62 વર્ષના ઈતિહાસમાં CA ડૉ. અંજલિ ચોક્સી પ્રથમ મહિલા ચેરપર્સન બન્યા છે. તેઓ 2019માં પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા હતા અને તેઓ તેમના પતિ CA નીરવ ચોક્સી સાથે અમદાવાદમાં ચેરપર્સન તરીકે આ પદ સંભાળનાર પ્રથમ દંપતી છે.


અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન CA ડૉ. અંજલિ ચોક્સીએ શું કહ્યું ?


આ પ્રસંગે અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન CA ડૉ. અંજલિ ચોક્સી જણાવ્યું હતું કે  આ વર્ષ અમારી ટીમ માટે એક અદભૂત વર્ષ છે કારણકે, ICAI તેના અસ્તિત્વના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ICAIના માનનીય પ્રેસિડન્ટ સીએ અનિકેત તલાટી અમદાવાદ બ્રાંચના સભ્ય છે અને ICAIના ઈતિહાસમાં બીજા સૌથી યુવા પ્રેસિડન્ટ પણ છે.


CA ડૉ. અંજલિ ચોક્સીએ વધુમાં જણાવ્યું હતું  કે ટીમ તરીકે અમારી પાસે આ વર્ષ માટે ઘણા એજન્ડા છે. જે પૈકી ગર્લ સ્ટુડન્ટ્સ માટે શાખાની કોચિંગ ફીમાં 10% નો ઘટાડો કરવો, વુમન ફ્લેક્સી આવર્સ જોબ પોર્ટલ, હેલ્થ પ્રોગ્રામ્સ –અમારા સભ્યોને ફિટ અને હેલ્થી આદત અપનાવવી તે અમારી મહત્વતાની રહેશે. આ સિવાય ICAIની નવી ICONIC બિલ્ડિંગના અમારા પ્રેસિડેન્ટના ડ્રીમ પ્રોજેક્ટની પૂર્ણાહુતિ, બ્રાન્ચના સભ્યો અને વિદ્યાર્થીઓમાં સંશોધન કલ્ચર કેળવવું, નવી ઉભરતી તકોના હેતુ માટે સેમિનાર યોજવા, નાણાકીય અને કર સાક્ષરતા ડ્રાઇવ (એડવાઇઝરી અને હેલ્પ ડેસ્ક) તથા સોસાયટી માટે પરોપકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.


Ahmedabad: કણભામાં દેરાણી-જેઠાણી હત્યા મામલે શું થયો મોટો ખુલાસો ? જાણીને ચોંકી જશો


અમદાવાદના કણભામાં દેરાણી-જેઠાણીની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ડબલ મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો.  આરોપીએ શારીરિક સંબંધ રાખવા દબાણ કર્યુ હતું, જેનો મહિલાઓએ વિરોધ કરતાં ધારીયા વડે હત્યા કરી હતી. આરોપીએ ગૌચરની જમીનમાં દબાણ કર્યાનું સામે આવ્યું છે.


3 ફેબ્રુઆરીના રોજ ભુવલડી ગામમાં રહેતા મંગીબેન અને ગીતાબેન પોતાના નિત્ય ક્રમ પ્રમાણે ગામની નજીક આવેલી સીમમાં લાકડા કાપવા માટે ગયા હતા. ઘટનાના દિવસે પણ તેઓ લાકડા કાપવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ પરત ન આવતા તેમના પરિવાર જેની શોધખોળ હાથ ધરી હતી. પરિવારજનો બંનેને શોધી રહ્યા હતા ત્યારે તેમની લાશ મળી આવી હતી.   જેમાં તેમના ગળા પર તિક્ષણ હથિયારથી ઇજાઓ થઇ હતી. જો કે આસપાસ કોઇ વ્યક્તિ મળી આવ્યા નહોતા. જે અંગે પોલીસ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.આ અંગે અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત વસાવાએ જણાવ્યું કે બંનેના મૃતદેહ પર દાગીના ગાયબ નથી થયા. જેથી આ હત્યા લૂંટના ઇરાદાથી નહી પરંતુ,અંગત કારણસર થઇ હોવાની શક્યતા છે.