ગુજરાતમાં ભાદરવા મહિનામાં બફારો વર્તાઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં ઘણી જગ્યાએ હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. ત્યારે આગામી ત્રણ દિવસ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. નોંધનીય છે કે, મંગળવારે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.


હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં અપર એયર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં વરસાદ પડે શકે છે.

સુરેન્દ્રનગરના સાયલામાં 64 મીમી, અમરેલીના ધારીમાં 42 મીમી, સુરેન્દ્રનગરના મુળી અને મોરબીના માળિયા હાટિનામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ નોંધાયો, મોરબીના હળવદમાં 33 મીમી
જામનગર શહેરમાં 20 મીમી આ ઉપરાંત ગુજરાતના ઘણાં વિસ્તારોમાં હળવા ઝાપટાં નોંધયા હતાં.