આગામી 4 દિવસમાં કયા-કયા રાજ્યોમાં થશે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે શું આપી મોટી ચેતવણી?
abpasmita.in | 08 Jul 2019 02:23 PM (IST)
આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અન રાજસ્થાનમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે.
અમદાવાદ: ગુજરાતમાં આગામી 24 કલાક હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતને સતત 48 કલાક સુધી ભારે વરસાદે ધમરોળ્યાં બાદ વલસાડમાં રવિવાર સાંજે વરસાદનું જોર ઘટ્યું હતું. મેઘરાજાએ રવિવારે વલસાડ જિલ્લો ધમરોળ્યાં બાદ સાંજે 6 વાગ્યાથી વિરામ લીધો હતો. જોકે આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના કહ્યાં પ્રમાણે, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અન રાજસ્થાનમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાત સહિત દેશના 17 રાજ્યોમાં આગામી 4 દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ઉત્તર-પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમના દરિયા કિનારે પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અરબ સાગરમાં 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. તેના લીધે કર્ણાટકના દરિયા કિનારામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતા. કરેળ, લક્ષદ્વીપમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.