અલ્પેશની ઠાકોરની સરકારને ચેતવણી, વાઇબ્રન્ટ ગુજરાતમાં ચાઇના આવશે તો વિરોધ કરવામાં આવશે
abpasmita.in | 11 Oct 2016 09:33 PM (IST)
અમદાવાદઃ રાજ્યમાં દશેરા નિમિતે ઠેરઠેર રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રાજકોટના રેસકોર્ટ ગ્રાઉન્ડ ખાતે વિએચપી દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં હરેકૃષ્ણ મંદિર દ્વારા ભાડજ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવયો હતો. આ સિવાય સુરત વડોદરા અને ભાવનગરમાં પણ રાહણ દહન કરવામાં આવ્યું હતું. દશેરા નિમત્તે શહેરના અલગ અલગ જગ્યાઓ પર રાવણ દહન થઇ રહ્યું છે ત્યારે અલપેશ ઠાકોરે વેજલપુરમાં ચાઈનાની વસ્તુઓનો બહિષ્કાર કરતા ચાઈનાના ડ્રેગનનું દહન કર્યું હતું. અને જણાવ્યું હતું કે, ભારતમાંનો દુશ્મન માત્ર પાકિસ્તાન જ નથી ચાઈના પણ છે. ત્યારે તમામ લોકોને ચાઈનાની વસ્તુની ખરીદી નહી કરવા જણાવ્યું અને સરકારને ચેતવણી આપી કે જો 2017 વાઇબ્રન્ટ ગુજરાતમાં ચાઈનાને આમત્રંણ આપવામાં આવશે તો અલ્પેશ ઠાકોર તેનો વિરુદ્ધ કરશે.