અમદાવાદઃ ગુજરાતમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડે મહિલાઓને સલાહ આપતા જણાવ્યું હતુ કે,ગાયના દૂધ, ઘી, મૂત્ર અને છાણનો ઉપયોગ કરવાથી ચહેરો ચમકે છે. બૉર્ડ અનુસાર 'દુનિયાની સૌથી સુંદર મહિલા માનવામાં આવતી મિસ્રની રાની ક્લિયોપેટ્રા પણ ગાયના દુધથી સ્નાન કરતી હતી. બૉર્ડ તરફથી બહાર પાડવામાં આવેલી પુસ્તિકા 'આરોગ્ય ગીતા'માં ગાયના મૂત્ર, છાણ અને દુધથી વિવિધ બિમારીઓ સારી થવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પુસ્તિકામાં દાવો કવરામાં આવ્યો છે કે, ઇટલી, રૂસ અને અમેરિકાના વિજ્ઞાનીકોએ શોધમાં ગૌ ઉત્પાદકોની ઔષધીય ગુણ હોવાની પુષ્ટી કરી છે.
પુસ્તીકામાં ગૌમૂત્ર પર વિશેષ અધ્યન છે જેમા કહેવામાં આવ્યુ છે કે, મહિલાઓને અપ્રતિમ સુંદરતા માટે મહિલાઓએ પોતાના ચહેરા પર 15 મિનિટ સુધી ગાયનું દુધ લગાવવું જોઇએ. ગાયના ઘી અને હળદરથી 15 મિનિચ સુધી મસાજ કરવો જોઇએ, ત્યાર બાદ 15 મિનિટ ગૌમૂત્ર લગાવુ જોઇએ, ગાયના છાણને ચહેરા પર ફેસપૈકની જેમ લગાવીને 15 મિનિટ બાદ લીંબુથી ધોઇ નાખવું જોઇએ. પુસ્તિકા અનુસાર પ્રાકૃતિક ઉપચારથી તમારા ચહેરા પર કાંતિ અને ચમક આવશે કૃત્રિમ મેકઅપથી પણ ના આવી શકે. પંચગવ્યા ચિકિત્સાથી મહિલાઓ સુંદર અને આકર્ષક બની શકે છે. જેનાથી તે બીજા પાસેથી પ્રેમ અને સ્નેહ મેળવી શકે છે.
મીડિયામાં પ્રકાશીત અહેવાલમાં બૉર્ડના ચેરમેન વલ્લભ કથીરિયાને પુછવામાં આવ્યું કે, ક્લિયોપેટ્રી સાચે જ ગાયના દુધથી નહાતી હતી. તો તેમણે કહ્યું કે, "હા, બની શકે છે કે તે ગાયના દુધથી નહાતી હોય." જો કે ઇતિહાસકારોના મતે ક્લિયોપેટ્રા ગઘેડાના દૂધથી નહાતી હતી. હાલમાં કેટલાક સંશોધન કરતાઓએ દાવો કર્યો છે કે, ક્લિયોપેટ્રા ગોરી નહી પણ કાળી હતી. ક્લિયોપેટ્રા મિસ્રના ઉતિહાસમાં સર્વાધિક ચર્ચિત વ્યક્તિત્વમાં હતી. તેણે રોમના સેનાપતિ અને શાસક જૂલિયસ સીજર સાથે લગ્ન કર્યા હતા. માનવમાં આવે છે કે, ક્લિયોપેટ્રાએ સીજર સાથે લગ્ન મિસ્રની સત્તા મેળવવા માટે કરી હતી.