હવામાન વિભાગની આગાહી મુજબ, સાબરકાંઠા-અરવલ્લીમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 48 કલાકમાં દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડશે.
ગુજરાતના અન્ય ભાગોમાં પણ આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે સંભાવના છે. હવામાન વિભાગ પ્રમાણે, વરસાદની સાથે સાથે કાંઠા વિસ્તારોમાં પ્રતિ કલાકે 65 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાશે. જેથી માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવા માટે સુચના આપી દેવામાં આવી છે.
મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વનું ડિપ ડિપ્રેશન લો-પ્રેશરમાં ફેરવાઈ રહ્યું છે. હાલમાં વરસાદની સિસ્ટમ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ તરફ છે. ડિપ્રેશન 40 કિલોમીટરની ઝડપે આગળ વધે છે. સિસ્ટમ મુજબ વરસાદ મધ્ય ગુજરાતતી શરૂ થશે.