અમદાવાદ: ભારતના ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુર આવતીકાલથી અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. તેમની મુલાકાતને લઈને અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડીને વસ્ત્રાપુર તળાવ મેઈન ગેઈટ, હયાત હોટલ અને આસપાસના વિસ્તારોમાં પાર્કિંગ પર પ્રતિબંધ મુક્યો છે.