બીજેપીના રાજમાં તેની પોલીસીથી દલિત સમાજને અન્યાયઃ શંકરસિંહ વાઘેલા
abpasmita.in | 23 Sep 2016 06:42 PM (IST)
અમદાવાદઃ વિધાનસભાના નેતા વિપક્ષ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, દલિત સમાજને બીજેપીના રાજમાં તેની પોલીસીથી અન્યાય થયો છે. અને સફાઇ કામદારોની કૉન્ટ્રાક્ટ પર લેવામાં આવતા હોવાથી સફાઇ કામ કરતા લોકોનું શોષણ થાય છે. જેથી આ પ્રથા બંધ થવી જોઇએ. મહિલાઓ પર બળાત્કાર થાય છે જે હવે આમ વાત બની ગઇ છે. ઉનામાં બનેલી ઘટના અમાનવીય છે. આ તમામ બાબતોને લઇને 2 ઓક્ટબરે આંદોલન કવરામાં આવશે.