અમદાવાદઃ શહેરના બાપુનગરના ભીડભંજન હાઉસિંગ બોર્ડના મકાનમાં થોડા દિવસ અગાઉ જાહેરમાં એક બાઈક સળગાવવાનો બનાવ બન્યો હતો, જેમાં બાપુનગર પોલીસ દ્વારા 2 આરોપી સુનિલ બારોટ અને અભિષેક શર્માની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, આરોપી અભિષેકની બહેનની નજીકમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જેના કારણે ઝગડો કરવા માટે આરોપી તેના ઘરે ગયો હતો. જોકે, યુવક ઘરે ન મળતા તેના બાઇકમાં આગ લગાવી દીધી હતી. આરોપી અભિષેક કોંગ્રેસના આઇટી સેલનો મહામંત્રી છે.