અમદાવાદ: ગુજરાતમાં 70 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેનાથી હવે અમદાવાદને ફૂલ ટાઈમ પોલીસ કમિશનર મળ્યા છે. આ ઉપરાંત ડેપ્યુટેશન પર ગયેલા અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ઘણા સમયથી રાજ્યમાં આઈપીએસ અધિકારીઓની બદલીને લઈને અટકળો ચાલતી હતી. આખરે આ બદલીનો ઓર્ડર આવી ગયો છે. આ સાથે રેન્જ આઈજીની પણ બદલી કરવામાં આવી છે.


સિનિયર IPSની બદલીના ઓર્ડર



  • શમસેરસિંહને લોએન્ડ ઓર્ડરના ડીજી બનાવ્યા

  • જ્ઞાનેન્દ્રસિંહ મલિક અમદાવાદ પોલીસ કમિશ્નર

  • વડોદરાના પોલીસ કમિશ્નર બન્યા અનુપનસિંહ ગેહલોત

  • રાજકુમાર પાંડિયન રેલવે અને સીઆઈડી ક્રાઈમના એડિશન ડિજી

  • નિરઝા ગોટરુરાવને ADGP ટ્રેનિંગ 

  • અભય ચુડાસમાની કરાઈ એકેડમીમાં બદલી

  • એમ.એ.ચાવડાને એસટીના એક્ઝ્યક્યુટીવ ડાયરેક્ટર વિજિલંસ બનાવાયા

  • કરણરાજ વાઘેલાને વલસાડના એસપી બનાવાયા

  • પ્રેમવીરસિંહને અમદાવાદના રેંજ આઈજી બનાવાયા

  • બલરામમિણાને વેસ્ટર્ન રેલવેના એસપી બનાવ્યા

  • વસમશેટ્ટી રવિ તેજાને ગાંધીનગરના એસપી બનાવ્યા

  • હર્ષદ પટેલને ભાવનગર એસપી બનાવાયા

  • રાજદીપસિંહ ઝાલા દાહોદ એસપી

  • ડો.રવિન્દ્ર પટેલને પાટણના એસપી બનાવાયા

  • સાગર વાઘમારને કચ્છ પૂર્વના એસપી બનાવાયા

  • સુશીલ અગ્રવાલની નવસારીના ડીએસપી તરીકે બદલી

  • નિરજ બડગુર્જરની અમદાવાદ ક્રાઈમબ્રાંચના એડિશનલ સીપી તરીકે બદલી

  • બ્રજેશ કુમાર ઝા અમદાવાદ સેક્ટર ટુમાં જેસીપી

  • જયદેવસિંહ જાડેજાની મહીસાગર એસપી તરીકે બદલી

  • વિજય પટેલની સાબરકાંઠા એસપી તરીકે બદલી

  • ભગીરથસિંહ જાડેજાની પોરબંદર એસપી તરીકે બદલી

  • ડોક્ટર હર્ષદ પટેલની ભાવનગર એસપી તરીકે બદલી

  • હરેશ દુધાતની ગાંધીનગર આઈબીમાં બદલી

  • રાજેંદ્ર પરમારની સુરત શહેર ઝોન-6માં ડીસીપી તરીકે બદલી

  • એન.એ.મુનિયાની સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી

  • ઈમ્તિયાઝ શેખની છોટાઉદેપુરના એસપી તરીકે બદલી

  • બન્નો જોશીની અમદાવાદ શહેર હેડ ક્વાર્ટરમાં બદલી

  • તેજલ પટેલની વડોદરા હેડ ક્વાર્ટરમાં બદલી થઈ

  • ચિરાગ કોરડિયાની અમદાવાદ સેક્ટર-1માં બદલી

  • વી.ચંદ્રશેખરની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી


જુઓ લીસ્ટ


View Pdf


 










 










અમદાવાદ શહેરના પોલીસ કમિશનર  સંજય શ્રીવાસ્તવ નિવૃત થયા બાદ પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ કમિશનરનો ચાર્જ છે.  ત્યારે હવે અમદાવાદ શહેરને નવા કમિશનર મળ્યા છે. જ્ઞાનેન્દ્ર સિંહ મલિકને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. પ્રેમ વીર સિંહને અમદાવાદ રેન્જ આઈજી બનાવામાં આવ્યા છે. નિલેશ જાંઝળીયાને જુનાગઢ રેન્જ આઈજી બનાવામાં આવ્યા છે.


અમદાવાદ કમિશનર તરીકે જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની નિમણુંક કરવામાં આવી છે


વડોદરા કમિશનર તરીકે અનુપમસિંહની નિમણુંક કરવામાં આવી છે