અમદાવાદઃ અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસ સમયસર ચાર્જશીટ ફાઈલ થશે. પોલીસ આજે અથવા કાલે ચાર્જશીટ ફાઇલ કરશે. પોલીસનું કહેવું છે કે સરકારના આદેશ મુજબ તપાસ પૂર્ણતાના આરે છે અને નિયત સમય પ્રમાણે જ ચાર્જશીટ ફાઈલ કરાશે.


તે સિવાય તથ્યનું ડ્રાઈવીંગ લાયસન્સ પણ રદ કરવામાં આવશે. RTO કચેરીએ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે લાયસન્સ રદ્દ કરવાની કરેલી ભલામણ બાદ તથ્યને નોટિસ મોકલવામાં આવી છે. પોલીસની ભલામણના આધારે RTOએ તથ્ય પટેલને શો કોઝ નોટિસ મોકલી છે. આગામી 7 દિવસોમાં તથ્ય પટેલનું લાયસન્સ રદ્દ કરવામાં આવશે.



અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતનો કેસમાં તથ્યના પિતાના જુઠ્ઠાણાનો પણ પર્દાફાશ થયો હતો. નવા ખુલાસા અનુસાર, પિતા પ્રજ્ઞેશ પટેલે જ તેમના પુત્ર તથ્ય પટેલને જગુઆર કાર ગિફ્ટમાં આપી હતી. બાદમાં આ કાર ભાગીદારના પુત્ર ક્રિશ વરિયાના નામે રજીસ્ટર કરાવી . ઉલ્લેખનીય છે કે અકસ્માતના બીજા દિવસે પ્રજ્ઞેશ પટેલે દાવો કર્યો હતો કે આ કાર તેમના ભાગીદારની છે.




અમદાવાદ શહેર પોલીસના કહેવા પ્રમાણે આ મામલાની તપાસ હવે પૂર્ણ થવાના આરે છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધી અમદાવાદ પોલીસ દ્વારા પૂરતા અને તપાસમાં જરૂરી હોય એવા તમામ રિપોર્ટ કરાવી લીધા છે. ઘટનાની ગંભીરતાને જોતા દસ્તાવેજી કાર્યવાહી પણ ઝડપથી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઇસ્કોન અકસ્માતની ઘટના પછી અમદાવાદ પરંતુ રાજયભરમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી રહી છે.


અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનો દાવો છે કે આ ડ્રાઈવમાં પોલીસના વાહન હોય અને પોલીસની પ્લેટ લગાવેલી હોય તો તેને દૂર કરવામાં આવી રહી છે સાથે સાથે પોલીસ કે અન્ય અધિકારીઓ ની ગાડી પરથી બ્લેક ફિલ્મો પણ દૂર કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં 22 જુલાઈ થી 25 જુલાઈ સુધી ઓવર સ્પીડના 303 કેસ, જેની પાસે સ્થળ પર જ છ લાખથી વધારેનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ડ્રીંક એન્ડ ડ્રાઇવના 47 કેસ, ભયજનક રીતે ડ્રાઇવિંગ બદલ 92 જેટલા કેસ કરીને 44,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરનાર લોકો પાસેથી પણ ચાર લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.


Join Our Official Telegram Channel:           


https://t.me/abpasmitaofficial