અમદાવાદ: 13 હજાર કરોડનું કાળું નાણું જાહેર કરીને નાસતા ફરતા બેનંબરી કુબેર મહેશ શાહની પોલીસે અટકાયત કર્યા બાદ આઈટી વિભાગ તેની પૂછપરછ કરી રહ્યું છે. રાત્રીના 10 વાગ્યાથી વહેલી સવાર સુધી આઈટી અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યાં છે. ઈનકમ ટેક્સ વિભાગના મતે આ કૌભાંડમાં મોટા માથાઓ સામેલ હોવાની આશંકા સેવાઈ રહી છે.


મહેશ શાહ પ્રકરણમાં રાજ્યની ફાર્મા કંપની અને સી.એ.ને ત્યાં તપાસ ચાલી રહી છે. આ અંગે ઈન્કમટેક્સ ચીફ કમિશ્નરે નાણાં મંત્રાલયનું ધ્યાન દોર્યુ છે. મહેશ શાહ પર ભૂતકાળમાં પણ નાણાંકીય ગેરરીતિ આચરાવના કેસ થયેલા છે. મહેશ શાહના ઘરે પોલીસ તૈનાત કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ પણ મુકેશ શાહની પૂછપરછ કરી તેના પર મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધે તેવી શકયતા છે. સૂત્રોના કહેવા મુજબ મહેશ શાહ એક પ્યાદુ છે અને પડદા પાછળના ખેલાડીઓ બીજા છે. મહેશ શાહની ચાર્ટડ એકાઉન્ટન્ટ કંપની અપાજી અમીન પણ ઈનકમટેક્સની રડારમાં છે.