Ahmedabad Rathyatra: અમદાવાદમાં છેલ્લા 147 વર્ષથી અષાઢી બીજના શુભ અવસરે જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા યોજાય છે. આ વર્ષે અષાઢી બીજ 27 જૂન શુકવારના રોજ હોવાથી આ દિવસે ભગવાનની રથયાત્રા યોજાશે, આ રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરાયા છે. જેમાં 108 કળશમાં જળ ભરવા માટે સાબરમતી સુધી જળ યાત્રા યોજાય છે. આ જળથી ભગવાનનો અભિષેક થાય છે. બાદ નેત્રોત્સ યોજાય છે. 25મીએ ભગવાનની નેત્રોત્સવ વિધી થશે, તો 26 જૂનના ભગવાનના સોનાવેશના દર્શન કરાવાવમાં આવશે. 27મી જૂને અષાઢી બીજના સવારે 5 વાગ્યે મંદિરે મંગળા આરતી થશે. સવારે 4 વાગ્યે મંગળા આરતી જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેશે. આ મંગળા આરતી બાદ રાસ ગરબાનો કાર્યકમ યોજશે. આમાં ભગવાનનું મનગમતું આદિવાસી નૃત્ય પણ કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજી રથયાત્રામાં બિરાજી ભક્તોને દર્શન આપશે. 27મીએ અષાઢી બીજે યોજનાર રથયાત્રામાં દેશભરમાંથી અઢી હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં જોડાશે.
અમદાવાદ શહેરમાં રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આગામી 27મી જૂને અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેને લઈ મંદિર, વહીવટી તંત્ર અને અન્ય એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર પ્રાંગણમાં કોઈ બનાવ બને કોઈ રાહત મળે તે માટે સઘન સુરક્ષા ગોઠવવામાં આવે છે. ઐતિહાસિક રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય પરંપરાની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ બાજા રહેશે.
જગન્નાથ રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે?
જગન્નાથ રથયાત્રા દરમિયાન, ભગવાન જગન્નાથ, બાલા ભદ્ર અને દેવી સુભદ્રા રથ પર બેસીને નગરની પ્રદક્ષિણા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના દર્શન કરવાથી બધા દુ:ખ દૂર થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણ અનુસાર, એક વખત બહેન સુભદ્રાએ પોતાના ભાઈ ભગવાન જગન્નાથને નગર જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ પછી, અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે, ભગવાન જગન્નાથે ભાઈ બળ ભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બેસાડીને આખા શહેરની પ્રદક્ષિણા કરી. આ પછી, તે ત્રણેય તેમના કાકીના ઘરે ગુંડીચા મંદિર પહોંચ્યા, જ્યાં તેઓ સાત દિવસ રહ્યા. આ પછી તેઓ તેમના નિવાસસ્થાને પાછા ફર્યા. ત્યારથી, દર વર્ષે આ ખાસ પરંપરાનું પાલન કરવામાં આવે છે.