અમદાવાદ: મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ કરી દીધુ છે.  8 મહાનગરોના આગેવાનો સાથે પ્રમુખ જગદીશ ઠાકોરે મંથન શરૂ કર્યું છે.  શહેરી વિસ્તારની અંદાજિત 60 બેઠકો માટે કોંગ્રેસ ચર્ચા કરશે. રાહુલ ગાંધીએ ઉદેપુરમાં આપેલી સૂચના બાદ પ્રમુખે બેઠક બોલાવી છે. રાહુલ ગાંધીએ શહેરી વિસ્તાર માટે અલગ રણનીતિ બનાવવા સૂચના આપી હતી. ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજીત બેઠકમાં રણનીતિ અને આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવશે. 8 મહાનગરોના તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત મહાપાલિકાની ચૂંટણી લડી ચૂકેલા તમામ લોકોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. શહેર પ્રમુખો અને ઉપપ્રમુખોને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે.


ગૃહમંત્રી અમિત શાહ શનિવારે યાત્રાઘામ દ્વારકામાં પધારશે, જાણો સમગ્ર કાર્યક્રમ
દ્વારકા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હજી જાહેર નથી થઈ પરંતુ દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ શરૂ થઈ ગયા છે. આ કડીમાં હવે દેશના ગૃહમંત્રી અનિત શાહ આવતીકાલે એટલે કે 28 મે ના રોજ યાત્રાધામ દ્વારકા આવશે. તેઓ જામનગર એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફત શનિવારે સવારે 10:55 વાગ્યે દ્વારકા પહોંચશે.ગૃહમંત્રી અમિત શાહ સવારે 11 વાગ્યે જગત મંદિર ખાતે ભગવાન દ્વાકાધીશના દર્શન પૂજન કરશે. ત્યાર બાદ 12 વાગ્યાથી 1.15 સુધી દ્વારકાના મોજપ ખાતે આવેલ કોસ્ટલ પોલિસ એકેડેમીની મુલાકાત લેશે. સાથે સાથે મરીન એકેડેમી ખાતે તાલીમ લઈ રહેલા મરીન પોલીસ કર્મીઓ સાથે ગૃહમંત્રી અમિત શાહ સંવાદ પણ કરશે, ત્યાર બાદ 1:20 ગૃહમંત્રી દ્વારકા હેલિપેડ ખાતેથી જામનગર જવા રવાના થશે.


કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે
ગાંધીનગરઃ કૉંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. મળતી જાણકારી અનુસાર, હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાનો તખ્તો તૈયાર થઈ ચુક્યો છે.  30 મેના રોજ હાર્દિક પટેલ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. પ્રદેશ કાર્યાલય કમલમમાં હાર્દિક પટેલ કેસરિયા કરશે.


ભાજપમાં પ્રવેશ કરતા પહેલા હાર્દિક પટેલ સભા યોજી શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે. કેંદ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા હાર્દિકના ભાજપ પ્રવેશ દરમિયાન હાજર રહે તેવી શક્યતા છે.  જો કે હાર્દિક કે ભાજપ તરફથી હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. હાર્દિકના નજીકના વ્યક્તિએ આ માહિતી આપી હતી. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ હાર્દિકે પોતાના નજીકના સાથીઓને ફોન અને મેસેજ કરી 29 અને 30 તારીખે ગાંધીનગર આવવા માટે કહ્યું છે.