અમદાવાદ: કૉંગ્રેસના કૉર્પોરેટર જમનાબેન વેગડા વધુ એક વિવાદમાં સપડાયા છે.  મણિનગર સ્થિત પોતાના નિવાસ સ્થાને માર્જિનની જગ્યામાં ત્રણ દુકાનોનું બાંધકામ કર્યું છે.   કૉર્પોરેશને બાંધકામ તાત્કાલિક રોકવા માટે  નોટિસ આપી છે. બાંધકામ રોકવાની નોટિસ પણ જમનાબેને હટાવી.  સમગ્ર બાબતે કઈં પણ કહેવાનો ઈનકાર કર્યો.  AMC કારણ દર્શક નોટિસ આપીને જમનાબેન પાસે જવાબ માગશે. ધારાસભ્ય પર તાંત્રિક વિદ્યા કરવાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ મામલે વિવાદમાં આવેલા અને પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા કોર્પોરેટર જમના વેગડા વધુ એકવાર વિવાદમાં આવ્યા છે. 


દાણીલીમડા વોર્ડમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર જમના વેગડા તાજેતરમાં પોતાના સાથી કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણ અને દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરાવવા મામલે વિવાદમાં આવ્યા હતા. જેના પગલે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરાતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે આ વિવાદ શમ્યો નથી ત્યાં ફરી એકવાર તેઓ વિવાદમાં આવ્યા છે. 


જમના વેગડાએ પોતાના ઘરની બહાર માર્જિનની જગ્યામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી વગર 3 કોમર્શિયલ દુકાનો બનાવી દીધી છે. જેના પગલે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. અધિકારીઓએ તેઓને ઘરે નોટિસ આપી હતી, પરંતુ તેઓએ નોટિસ ન સ્વીકારતાં ઘરની બહાર નોટિસ ચોંટાડી હતી.


ગુજરાત કોરોના કેસ


ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 4710  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 51013 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 236 લોકો વેન્ટીલેટર પર છે. 50777 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1134683 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10648 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 34 લોકોના મોત થયા છે.



 


બીજી તરફ આજે 11184 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  34 મોત થયા. આજે 2,71,887 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1451, વડોદરા કોર્પોરેશનમાં 781, ગાંધીનગર કોર્પોરેશનમાં 242, વડોદરા 231,   સુરત કોર્પોરેશનમાં 174,  સુરત 165, મહેસાણા 147, બનાસકાંઠા 144, રાજકોટ કોર્પોરેશન 137, ખેડા 115, આણંદ 114, ગાંધીનગર 105, કચ્છ 96, રાજકોટ 89,  પાટણ 74, ભરુચ 54, મોરબી 53, જામનગર કોર્પોરેશન 51, પંચમહાલ 50, તાપી 45, સાબરકાંઠા 42, નવસારી 39, ભાવનગર કોર્પોરેશન 36, અમદાવાદ 33,  ડાંગ 24, વલસાડ 23, જામનગર 22, છોટા ઉદેપુર 20, દેવભૂમિ દ્વારકા 20, ભાવનગર 19, અરવલ્લી 18, દાહોદ 16, ગીર સોમનાથ 16, મહીસાગર 15, સુરેન્દ્રનગર 15, અમરેલી 9, જૂનાગઢ કોર્પોરેશન 8, નર્મદા 7, જૂનાગઢ 5, પોરબંદર 4 અને બોટાદમાં 1  કેસ નોંધાયો છે.