અમદાવાદઃ જિલ્લમાં પડેલા પડતર કેસો બાબતે આજે અમદાવાદ જિલ્લા અને ગ્રામ્ય કોર્ટ સહિતની કોર્ટોમાં મેગા લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા જુગાર, ચોરી, જાહેરનામા ભંગ, જેવા વર્ષોથી પેન્ડીંગ અને 3 વર્ષ સુધીની સજાપાત્ર હોય અને નાણાકીય દંડની જોગવાઇ વાળો કેસો પર આજે લોક અદાલત યોજાઇ હતી. ખાસ કરી એક તરફ કોર્ટોમાં કેસોનો ભરાવો થતો જતો હોવાના કારણે જલ્દી ન્યાય મેળવાવામાં વિલંબ થાય છે ત્યારે આ પ્રકારની લોક અદાલત દ્વારા કેસોનો નિકાલ ત્વરિત લાવી શકાય છે.