અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોનાએ ઉથલો માર્યો છે, એમાં પણ કોરોનાનું સૌથી વધુ સંક્રમણ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે મોટો નિર્ણય લીધો છે અને કોરોનાની મહામારીના પગલે નહીં યોજવાની જાહેરાત કરી છે.

25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ યોજાય છે. ભીડના કારણે સંક્રમણ ન ફેલાય તે માટે AMC દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે કાંકરિયા કાર્નિવલમાં અંદાજે 40 લાખથી વધુ મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે. પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે કાંકરિયા કાર્નિવલ શરૂ કરાયો હતો.