અમદાવાદ: કાંકરિયા કાર્નિવલનો આજથી રંગારંગ પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ ચાલશે. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર યોજાનાર કાર્નિવલમાં લોકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. કાર્નિવલની મુલાકાત લેનાર તમામ પ્રવાસીઓને કોરોના ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. તમામ લોકોને ફરજિયાત માસ્ક સાથે જ પ્રવેશ મળશે. ઉલ્લેખનીય છે કે, આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઈ ગયો છે. સાંજે 6.30 કલાકે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મુકાવામાં આવ્યો છે. કાર્નિવલ આજથી 31 ડિસેમ્બર સુધી ચાલશે જેમાં મોટી સંખ્યામાં લોકો કાંકરિયા કાર્નિવલનો આનંદ માણવા માટે આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ ચાલશે.
સાઉન્ડ શો અને ફૂડ ફેસ્ટિવલ કાંકરિયા કાર્નિવલનું આકર્ષણ રહેશે. પરિસરમાં 100 વોલન્ટિયર્સ દ્વારા કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ પણ સમગ્ર સપ્તાહ દરમિયાન દર્શાવવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ દરમિયાન 100 જેટલા વોલેન્ટિયર રાખવામાં આવ્યા છે. જેઓ લોકો પાસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવશે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ બનાવાયા છે. રાજભા ગઢવી, વિજય સુંવાળા, સાંઈરામ દવે, સહિતના કલાકારો પોતાનું પરફોર્મન્સ પણ અહી પરફોર્મ કરશે.
સુરક્ષાના હેતુસર અલગ અલગ જગ્યા ઉપર સમગ્ર કાંકરિયા પરિસરમાં સીસીટીવી કેમેરા પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે. તેમજ પોલીસ કંટ્રોલરૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન સરેરાશ 25 લાખથી વધુ લોકો કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લઈ શકે છે અને વિના મૂલ્યે લોકોને પ્રવેશ આપવામાં આવશે. નાના બાળકો મનોરંજન માણી શકે તેના માટે બાળનગરી પણ ઊભી કરવામાં આવી છે.
સુરક્ષાની વાત કરવામાં આવે તો કાંકરિયા કાર્નિવલમાં 2 ડિસીપી, 5 એસીપી, 21 પીઆઇ, 39 પીએસઆઇ, 800 પોલીસકર્મી, 212 મહિલા પોલીસ સહિત 1500 પોલીસકર્મીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ સાથે જ આ દરમિયાન ટ્રાફિકજામની સમસ્યા ન ઉભી થાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.ભારે વાહનો પર સવારે 7થી રાત્રે 1 સુધી પ્રતિબંધ રહેશે. કાર્નિવલ દરમિયાન રેલવે યાર્ડ, ખોખરા બ્રિજ, પુષ્પકુંજ સર્કલ, અપ્સરા ચાર રસ્તા, ફૂટબોલ ગ્રાઉન્ડ ચાર રસ્તા પાસે વાહન ઉભા રાખી શકાશે નહીં.