અમદાવાદ: એક તરફ હજુ માંડ માંડ ધંધા-વેપાર કોરોના પછી પાટે ચડ્યા હતા. તેમાંય ખાસ અલગ અલગ તહેવારો પર આધારિત સીઝનેબલ ધંધા વેપારની પરિસ્થિતિ કોરોના દરમિયાન કથળી હતી. ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, તેવામાં કોરોના સંદર્ભે લેવાઈ રહેલી તકેદારી અને વિશ્વમાં કોરોનાના ફેલાવાએ વેપારીઓની ચિંતા વધારી દીધી છે. પતંગના હોલસેલ વેપાર સાથે જોડાયેલ વેપારીઓનું માનીએ તો એક સપ્તાહ પહેલા એટલે કે જ્યારે ભારત અને ગુજરાતમાં પરિસ્થિતિ સામાન્ય હતી તે સમયે વેપાર ધંધામાં તેજી જોવા મળી. પરંતુ હવે કોરોના સંદર્ભે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. જેને લઈને રિટેલ વેપારીઓની સાથે સાથે હોલસેલ વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે.
મોટી વાત તો એ છે કે હાલના વાતાવરણના કારણે પતંગના ભાવ પણ નીચા જોવા મળી રહ્યા છે. કાચો માલ એટલે કે કાગળ અને સળીના ભાવ ભલે વધ્યા હોય પરંતુ ગયા વર્ષની સરખામણીએ એક કોડી પતંગની કિંમત ઓછી જોવા મળી રહી છે. કાગળના ભાવ ગયા વર્ષે 950 હતા જેની સામે આ વખતે 1250 તેમ છતાં પતંગના ભાવ નીચા જોવા મળી રહ્યા છે, ગયા વર્ષે 1 કોડી એટલે કે 20 પતંગ ના ભાવ રૂપિયા 80 થી 120 હતા, જે આ વર્ષે રૂપિયા 70 થી 100 રૂપિયા જોવા મળી રહ્યો છે.
પતંગની વેરાઈટી ની વાત કરીએ તો આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના કુનોના જંગલમાં ખુલ્લા મુકેલ ચિત્તાની તસ્વીર વાળી પતંગો માર્કેટમાં જોવા મળી રહી છે. કોરોના મુક્ત વાતાવરણની સાથે ઉતરાયણનો તહેવાર ઉજવવા લોકો ઉત્સાહિત થતા, પરંતુ હવે ફરીથી કોરોનાની ગાઈડલાઈન અને કોવિડ ફેલાવાની વાતોએ રિટેલ પતંગનો વેપાર કરતા રીટેલ વેપારી માલ ભરવો કે કેમ તેને લઈને અટવાયેલા જોવા મળી રહ્યા છે.
મહેસાણામાં પેરાશૂટ ઉડાવી રહેલા કોરિયન નાગરિકનું નીચે પટકાતા મોત
કડીના ધરમપુર ગામમાં પેરાશૂટ ઉડાવી રહેલા કોરિયન નાગરિકનું મોત થયું છે. પેરાશૂટને દોરી વાગતા નીચે પટકાયેલા કોરિયન નાગરિકનું મોત થયું છે. મૂળ વિસતપુરા ગામના અને વડોદરા ખાતે બિઝનેશ કરતા બિજનેસમેનના આમંત્રણ ઉપર કોરિયન નાગરિક આ ગામમાં આવ્યો હતો.
પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા
આ અંગે વિગતે વાત કરીએ તો, ધરમપુર ગામમાં બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના એક બિઝનેસમેને તેના બે સાઉથ કોરિયન મિત્રોને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. જેઓ વિસતપુરા ખાતે આવ્યા હતા અને આજે તિરંગા યાત્રા દરમિયાન તેઓ પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા પરંતુ કમનસીબે તેનું મોત નિપજ્યું.
સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું
ગઈકાલે વિસતપુરા ગામ ખાતે આ બન્ને યુવકો ટ્રાયલ કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક પેરાશૂટ ક્રેક થયું હતું અને ગામની અંદર આવેલી હાઈસ્કૂલની પાછળ નીચે કોરિયન યુવક નીચે પટકાયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ કડી પોલીસને થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
કોરિયન નાગરિક મોતનો મામલો ગરમાયો
તો બીજી કડીના ધરમપુર ગામમાં પેરાશૂટ પાયલટ કોરિયન નાગરિક મોતનો મામલો ગરમાયો છે. કડી પ્રાંત આધિકારીની તપાસમાં નવો ખુલાસો છે. બંને કોરિયન નાગરિક વડોદરામાં આ પ્રકારે પેરા ગલાઈડિંગ કરતા હતા. ધરમપુર ગામમાં હાઈસ્કૂલના સમારોહમાં પુષ્પ વર્ષા માટે ગામના બિઝનેસમેને બંન્નેને આમંત્રણ આપ્યું હતું. ગઈકાલે ટેસ્ટિંગ વખતે ટેક્નિકલ ક્ષતિ સર્જાતા પેરાશૂટ નીચે પટકાયું હતું. આ બંને પાયલોટ શાળાનો કાર્યક્રમ પતાવી ખારાઘોડા જવાના હતા. આ પ્રકારે પેરાશૂટ ઉડાડવા કોઈ પરવાનગીની જરૂર ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
અકસ્માત માટે પેરાશૂટ ઉડાવનાર વ્યક્તિ પોતે જવાબદાર
કોમર્શિયલ ઉપયોગ માટે પેરાશૂટ ઉડાવાય તો જ પરવાનગીની જરૂર પડે છે. આ અકસ્માત છે અને અકસ્માત માટે પેરાશૂટ ઉડાવનાર વ્યક્તિ પોતે જવાબદાર છે. આમાં વહીવટીતંત્રની કોઈ બેદરકારી નથી. આ ઘટના બાદ અમે સરકારને પેરાશૂટ બાબતે એસઓપી જાહેર કરવા વિનંતી પત્ર લખવાના છીએ તેમ ડી પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.