અમદાવાદ મનપાના વધુ એક કાઉન્સિલર કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ખાડિયાના કાઉન્સિલર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટને કોરોના થયો છે. ખાડિયાના કાઉન્સિલર મયુર દવેના સંપર્કમાં આવ્યા હતાં ત્યાર બાદ કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો.

ખાડિયાના કાઉન્સિલર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તો ખાડિયાના પૂર્વ કાઉન્સિલર ભૂષણ ભટ્ટ હોમ કોરોન્ટાઇન થયા છે. અમદાવાદમાં અત્યાર સુધી 20થી વધુ કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

AMCના વધુ એક કાઉન્સિલર કોરોનામાં સપડાયા છે. શહેરના ખાડિયાના કાઉન્સિલર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ સાથે પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને કાઉન્સિલર ભાવના નાયક અને જયશ્રી પંડ્યાએ પણ રિપોર્ટ કરાવ્યા હતો. પરંતુ ભૂષણ ભટ્ટ, ભાવના નાયક અને જયશ્રી પંડ્યાના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ખાડિયાના કાઉન્સિલર મયુર દવેના સંપર્કમાં કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ આવતાં રિપોર્ટ કરાવ્યો હતો. જેમનો કોરોના રિપોર્ટો પોઝિટિવ આવ્યો છે.