અમદાવાદ:  અમદાવાદના મેમનગર વિસ્તારમાં જ્યાં ભાડાની તકરારમાં મકાન માલિકની ભાડુઆતે હત્યા કરી છે. આરોપી કિશન ધનાલાલ જે ગોપાલનગરમાં આવેલા કરસનભાઇ દેસાઇના ઘરમાં છેલ્લા  6 વર્ષની ભાડે રહેતો હતો.  ઘણા વર્ષોથી ભાડુ ચુકવવામાં ગલ્લાતલ્લા કરતો. શનિવારે સાંજે ભાડાના પૈસા લેવા આવેલા કરસનભાઇ સાથે ઝઘડો કર્યો હતો. જેથી ગુસ્સામાં આવેલા કરસનભાઇએ તેને મકાન ખાલી કરવાનું કહેવા તે ઉશ્કેરાયો અને ગળા અને પેટના ભાગે છરીના ઘા મારી કરસનભાઇની હત્યા નીપજાવી હતી. જોકે, ગણતરીની કલાકોમાં યુનિવર્સિટી પોલીસે આરોપી કિશનને ઝડપી પાડયો છે. 


ભાડાની તકરારમાં અદાવત રાખીને ભાડુઆતે મકાન માલિકનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા ભાડુઆતની ધરપકડ કરી છે.   આરોપી કિશન ધનાલાલ છેલ્લા 6 વર્ષથી મકાન માલિક કરશનભાઈની ઓરડીમાં રહેતો કિશનને ભાડા મામલે તકરાર થઈ હતી. જેમાં મકાન માલિક કરશનભાઈ ગુસ્સે થઇ કિશન ને ગાળો બોલ્યા હશે. બસ આ જ વાતને લઈ કિશને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને ગત્ત સાંજે મેમનગર ગોપાલનગરમાં જાહેર રોડ પર કિશને વૃદ્ધ મકાન માલિક કરશનભાઈ ગળું દબાવી અને પેટ અને ગળા ભાગે છરીના ઉપરા છાપરી ધા ઝીકી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસ ગણતરીની મિનિટો માં આરોપી ને ઝડપી પાડયો હતો.


પકડાયેલ આરોપી કિશન પોલીસ પૂછપરછમાં ભાડાની અદાવતમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. જો કે હત્યા કરવા માટે છરી પણ બહારથી લાવ્યો હતો. પોલીસ તપાસમાં કરશનભાઈને મેમનગર ગોપાલનગરમાં પોતાની ઓરડીઓ છે જેમાં રહેવા માટે ભાડે આપતા હતા. આજથી છ વર્ષ પહેલાં કિશનને ઓરડી ભાડે આપી હતી જે બાદ થોડા દિવસ પહેલા ભાડા બાબતે તકરાર થઈ અને કરશનભાઈએ કિશનને ઓરડી ખાલી કરવાનું કહ્યું અને ખરાબ વર્તન કર્યું હોવાથી હત્યા કરી દીધી. 


પોલીસે હત્યા કરનારા ભાડુઆત કિશનની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૂળ રાજસ્થાનનો છે પરંતુ ધણા સમયથી અમદાવાદમાં રહી છૂટક મજૂરી કરતો હોવાનું સામે આવ્યું છે. જેના વિરુદ્ધમાં રાજસ્થાન અથવા અમદાવાદમાં કોઈ ગુના છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.