અમદાવાદઃ હાલમાં 'ચાર-ચાર બંગડી' ફેમ ગાયીકા કિંજલ દવેનું એક નવુ સોંગ ‘મહાકાલ’ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યું છે. આ સોંગને યુ-ટ્યુબ એક દિવસમાં ચાર લાખ 92 હજાર 999 લોકોએ જોયું છે. આ સોંગને ખાસ શ્રાવણ માસ નિમિતે રીલિઝ કરવામાં આવ્યું છે. આ ગીતને નિકુલ દરજીએ ડિરેક્ટ કર્યું છે. તે સિવાય ગીતનું સંગીત મયુર નાડિયાએ આપ્યું છે. ગીતને લલિત દવેએ પ્રોડ્યુસ કર્યું છે.