હત્યાનું ષડયંત્ર દિલ્હીના અને અમદાવાદના મૌલવીએ રચ્યૂ હોવાનો ખુલાસો થયો છે. કિશન ભરવાડ હત્યા કેસમાં બે મૌલવીની ભૂમિકા સામે આવી છે. બાઈક પર આવેલા વ્યક્તિ શબ્બિર અને ઈમ્તિયાઝ હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓને અમદાવાદના મૌલવીએ હથિયાર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. 


કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે. અન્ય બે વ્યક્તિને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.   અમદાવાદના મૌલવીએ આરોપીને હથિયાર આપ્યા હોવાનો ખુલાસો થયો છે. બંને આરોપીઓ ધંધૂકાના હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. બંને આરોપીઓ દિલ્હીના મૌલાના સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. બાઈક ચલાવનાર આરોપીનું નામ ઈમ્તિયાઝ ઉર્ફ ઈમ્તુ મહેબૂબ પઠાણ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ એક વર્ષ પહેલા દિલ્હી ખાતેના એક મૌલાનાના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હીના મૌલાના ખાસ સંગઠન ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. 







ગૃહ રાજ્યમંત્રી આજે મૃતક કિશનના ઘરે પહોંચ્યા


અમદાવાદના જમાલપુરના મૌલવીની અટકાયત કરી લેવામાં આવી છે. શબ્બીર નામના શખ્સે ફાયરિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે.  ગૃહ રાજ્યમંત્રી આજે મૃતક કિશનના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેમને ન્યાય અપાવીને જ રહી છશે. કિશનને ન્યાય અપાવવા રાજ્ય સરકાર સક્રીય છે. હત્યારાઓ પાછળ જેટલી શક્તિ લાગેલી છે, તેમને છોડવામાં નહીં આવે. ગુજરાતમાં આ પ્રકારની ઘટના બીજીવાર ન બને તે પ્રકારનો દાખલો બેસાડવામાં આવશે. અત્યાર સુધીમાં  5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. પુછપરછમા આ વિગત સામે આવી છે. અમદાવાદના એક મૌલવીએ હથીયાર હત્યારાને આપ્યુ હતુ. આ હત્યાકાંડના પડઘા આખા ગુજરાતમાં પડ્યા છે. 


કિશન બોડિયા નામના માલધારી યુવકની હત્યા થઈ છે, તેને 20 દિવસની દીકરી છે. જેનું મોઢું પિતા જુએ તે પહેલા જ હત્યા થતાં નોંધારી બની છે. આ દીકરી લગ્ન સુધીની જવાબદારી અંગે પણ વાત કરી હતી. સમાજના એક વ્યક્તિએ બાળકીની તમામ જવાબદારી લીધી છે. ધંધુકા માલધારી યુવાન હત્યા મામલે રાણપુર શહેરમાં હિન્દૂ સમાજ દ્રારા બંધનું એલાન  આપવામાં આવ્યું છે. રાણપુર રહ્યું સજ્જડ બંધ. મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. શાંતિ પૂર્ણ રેલી યોજાય તેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અમદાવાદના ધંધુકા ખાતે જાહેરમાં કરી હત્યાની ઘટના અંગે નવસારીમાં ઘેરાક પ્રત્યાઘાત જોવા મળ્યા. નવસારી હિન્દુ સંગઠન દ્વારા રેલી કાઢી ઘટનાને સખત શબ્દોમાં વખોડી. નવસારી જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા નવસારીના માર્ગો પર રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર આપ્યું. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા