અમદાવાદઃ  ગુજરાતની વિજય રૂપાણી સરકારે (Gujarat CM Vijay Rupani) રાજ્યની આઠ મહાનગર પાલિકાઓ ઉપરાંત બીજાં 12 શહેરો મળીને કુલ વીસ શહેરોમાં રાતના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ (Night Curfew) લાગુ કરવાનો મંગળવારે રાત્રે નિર્ણય લીધો હતો.  ગુજરાત સરકારની કોર કમિટીની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


રસપ્રદ વાત એ છે કે, આ નિર્ણય લેવા માટે પણ વિજય રૂપાણી સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે ચર્ચા કરી હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં લોકડાઉન (Gujarat Lockdown) લાદવું પડે એવી ગંભીર સ્થિતી હોવાની ટકોર કરીને રાજ્યમાં 3-4 દિવસ માટે કરફ્યુ લાદવાનું કહ્યું પછી વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. એ પછી તેમણે રાજ્યમાં 20 શહેરોમાં નાઈટ કરફ્યુ લાદવા સહિતના નિર્ણયોની જાહેરાત કરી હતી.


રાજ્યની ચાર મહાનગર પાલિકાઓમાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં પહેલેથી નાઈટ કરફ્યુ લાગુ કરી દેવાયેલો જ છે. રૂપાણી સરકારે બુધવારથી  બીજી ચાર મહાનગરપાલિકા જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગ  તેમજ આણંદ, નડિઆદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ગાંધીધામ, ભુજ, સુરેન્દ્રનગર, ભરૂચ અને અમરેલી એ 12 શહેરોમાં રાતના આઠથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ નાખવાનો નિર્ણય લીધો હતો.  એપ્રિલ સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી.


કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે યોજવામાં આવેલી વિડીયો કોન્ફરન્સને અંતે પ્રસ્તુત જાહેરાત કરતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના આદેશને સ્વીકારીને લગ્ન સમારોહમાં 200ને બદલે 100 મહેમાનોને આમંત્રણ આપવાનું સીમિત કરી દેવામાં આવ્યું છે. 10મી એપ્રિલથી આ જોગવાઈ લાગુ કરવામાં આવશે. તમામ રાજકીય અને સામાજિક મેળાવડાઓ 30મી એપ્રિલ સુધી સ્થગિત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


Corona Second Wave: ગુજરાત સહિત કયા રાજ્યોમાં છે Night Curfew, મિની લોકડાઉન અને અન્ય પ્રતિબંધો, જાણો એક ક્લિકમાં