અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની વકરેલી સ્થિતિ મુદ્દે હાઇકોર્ટે (High Court) સુઓ મોટુ લીધેલી જાહેર હિતની અરજી પર સુનાવણી શરૂ થઈ ગઈ છે. જેમાં એડવોકેટે જનરલે કહ્યું રેમડેસિવિરનો (Remdesivir)દુરુપયોગ થઈ રહ્યો છે. મેડિકલ ક્ષેત્રના લોકો અને ડોક્ટર પ્રિસ્ક્રીપ્શન લખવામાં ધ્યાન આપે. ઓક્સિજનની તકલીફ ઉભી થતી હોય તેવા લોકોને જરૂર પડતી હોય છે. આમ છતાં લોકો જથ્થો લેવા માટે કતારોમાં ઉભા રહે છે.
પ્રિસ્ક્રીપ્શન સાથે સરદાર વલ્લભભાઈ પટેલ (SVP Hospital) હોસ્પિટલમાં જવામાં આવે તો બે કલાકમાં ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ પ્રકારની પ્રેસનોટ જાહેર કરાઇ હોવા છતાં અછત કેવી રીતે ઉભી થઈ રહી છે એ પ્રશ્ન છે. 175000 ઇન્જેક્શન 7 કંપનીઓ દરરોજ બનાવી રહી છે , એક્સપોર્ટ પર રોક લગાવાઈ છે.
જેમને જરૂર નથી એવા લોકો પણ જથ્થો લઈ રહ્યા છે. રોજના 30000 ઇન્જેક્શન ગુજરાતના ફાળે આવે છે. અછત ની સ્થિતિમાં કાળા બજારી થાય છે. રેમડેસિવિરના અલગ અલગ કંપનીના અલગ અલગ ભાવ છે. ઘણી હોસ્પિટલો રેમડેસિવિર આપવાના ભાવ વધારે લે છે. આ નફા માટેનો સમય નથી. હોસ્પિટલોએ આ સમજવું જોઈશે.
આ ઈન્જેકશનના આડેધડ ઉપયોગથી થઈ શકે છે.....
ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે. રેમડેસિવિરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સાઓમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઠીક નથી.
રિમડેસિવિરથી સારવાર કરાયેલા લોકોમાં સામાન્ય અસરોમાં શ્વાસ રૂંધાવો અને બ્લડ બાયોમેકર્સના કારણે મહત્વના અંગ કામ કરતાં બંધ થઈ જવા જેવી સમસ્યા જોવા મળે છે. જેમાં ઓછી આલ્બુમિન, લો પોટેશિયમ, રક્ત કણોમાં ઘટાડો, થ્રોમ્બોસાયટ્સ ઘટી જવા અને કમળાનો સમાવેશ થાય છે. અન્ય અહેવાલ વિપરીત અસરોમાં ગેસ્ટ્રોઇંટેસ્ટીનલ મુશ્કેલી, લોહીમાં એલિવેટેડ ટ્રાન્સમિનેઝનું સ્તર (યકૃત ઉત્સેચકો), પ્રેરણા સાઇટની પ્રતિક્રિયાઓ અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામની અસામાન્યતાઓ સામેલ છે. રેમડેસિવિર ઇન્ફ્યુઝન-સંબંધિત પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે, જેમાં લો બ્લડ પ્રેશર, ઉબકા, ઉલટી થવી, પરસેવો વળવો અથવા કંપન થવું શામેલ છે. કેટલાક કિસ્સામાં રેમડેસિવિરની આડઅસરમાં લિવર પર પણ જોવા મળે છે. જેને લઈ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે.