અમદાવાદઃ ઓડિશામાં ‘ફોની’ વાવાઝોડાએ તોફાની કહેર વર્તાવ્યા બાદ હવે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવવાની વાત હવામાન વિભાગે કહી છે. હાલ ગુજરાતમાં ગરમીના પારો ઉપર છે જોકે આ અઠવાડિયામાં હવામાનમાં પલ્ટો જોવા મળી શકે છે. ગુજરાતના છૂટાછવાયા અથવા ઝરમરિયો વરસાદ પડે તેવી સંભાવના છે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે .

હવામાન વિભાગની આગામીમાં 9 અને 10 તારીખે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજકોટ, પોરબંદર અને કચ્છ જિલ્લામાં હળવો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતમાં હવામાન ડ્રાય રહેવાની આગાહી કરવામાં આવી છે.

11 તારીખને શનિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અને સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, અમરેલી, પોરબંદર અને કચ્છમાં હળવો અથવા ઝરમરિયો વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય 7 અને 8 તારીખે હવામાન સામાન્ય રહેશે. આ તારીખ દરમિયાન આકાશ પણ ચોખ્ખું રહી શકે છે.

હવામાન દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન તાપમાનનો પારો પણ નીચે રહેશે અને 9 થી 11 તારીખ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણ વાદળછાયું રહી શકે છે.