Makar Sankranti 2022 Live Update : કોરોના સંક્રમણ વચ્ચે લોકો માણી રહ્યા છે પતંગની મજા, પોલીસ એલર્ટ

કોરોના સંક્રમણ હોવાથી લોકો તકેદારી સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. કોરોના સંક્રમણને પગલે પોલીસ દ્વારા ધાબા પર ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

abp asmita Last Updated: 14 Jan 2022 10:36 AM
અમરેલી જિલ્લામાં 14 જેટલી ઘટના સામે આવી

અમરેલી- ઉત્તરાયણમાં બપોર સુધી સમગ્ર અમરેલી જિલ્લામાં 14 જેટલી ઘટના સામે આવી


પતંગની દોરીના કારણે ગળાના ભાગે 2 લોકોને ઇજા


પતંગ પકડવા જવાવામાં અકસ્માતની 6 ઘટના


ધાબા ઉપર પડી જવાની 7 ઘટના લોકોને ઇજા 


અમરેલી,બાબરા,લાઠી,રાજુલામાં બની ઘટના ઓ


તમામને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડયા

અમદાવાદ : બપોરના 12 કલાક સુધીમા 108ને ગળું કપાવવાના 60 ફોન 

અમદાવાદ : બપોરના 12 કલાક સુધીમા 108ને ગળું કપાવવાના 60 ફોન 


ધાબેથી પડવાના 69 ફોન, શારીરિક ઇજાઓ સંદર્ભે 21 કોલ મળ્યા


કુલ 118 લોકોને ગંભીર રીતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા


112 લોકોને 108 માં સારવાર આપવામાં આવી

રાજકોટના મેયરની ઉતરાયણની અનોખી ઉજવણી

રાજકોટના મેયરની ઉતરાયણની અનોખી ઉજવણી...


ડો. પ્રદીપ ડવે કરી ઉતરાયણ ઉજવણી અનોખી ઉજવણી...


કે.કે.વી હોલ ચોક ખાતે કોરોના ટેસ્ટિંગ બુથ પર ચીકી સહિતની વાનગીઓ કરી વિતરણ...


ટેસ્ટિંગ બુથના કર્મચારીઓ આજે પણ ફરજ બજાવી રહ્યા છે...


કર્મચારીઓને ઉતરાયણ પર્વની શુભેચ્છા પાઠવી, ચીકી સાહિતની વાનગીઓ આપી કરી ઉજવણી..

અમિત ચાવડાએ પતંગ ચગાવ્યો

કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પતંગ ચગાવ્યો. આંકલાવ ખાતે પોતાના નિવાસસ્થાને પતંગ ચગાવ્યો.

રાજકોટ ડી.જે વિના પતંગ રસિયાઓનો ઉત્સાહ

રાજકોટ ડી.જે વિના પતંગ રસિયાઓનો ઉત્સાહ..


લોકો પોતાના પરિવાર સાથે પતંગ ઊડાડી રહ્યા છે..


નાના નાના બાળકો ગોગલ્સ પહેરીને પતંગ ઉડાડી રહ્યા છે..


રાજકોટના લોકો સરકારની ગાઈડલાઈનનું પાલન કર્યું...

ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાળાએ બનાવ્યું ઊંધિયું

સુરત : ઉત્તરાયણ પર્વ ને લઈ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજિયાવાળાએ બનાવ્યું ઊંધિયું. દર વર્ષે બનાવે છે ઊંધિયું. સુરતમાં ઉત્તરાયણ નિમિતે સુરતી વાસી ખાઈ છે ખાસ પાપડી નું ઊંધિયું. ખાસ સુરતી પાપડી,રીગણ,રતારૂં, બટાકા,શકરિયા, ભાજીના મુઠીયા નાંખી બનાવામાં આવે છે ઊંધિયું. સુરતમાં ઉત્તરાયણ નિમેતે ઊંધિયું ખાવાની અનોખી પરંપરા. ચૌટા પુલ ખાતે આવેલી જોશી જય શંકર ભજિયાવાળા  ધ્વરા   બનાવામાં આવે છે ઓર્ગેનિક ઊંધિયું. છેલ્લી ચાર પેઠી થી બનાવામાં આવે છે ઊંધિયું. આજ રોજ ઉત્તરાયણ નિમેતે પતંગ ચગાવવા સાથે સુરતી વાસી ઓ કરોડો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જશે.

કૃષિમંત્રી રાઘવજી પટેલે ઉતરાયણની કરી ઉજવણી

કૃષિમંત્રી રાઘવજી પટેલે ઉતરાયણની કરી ઉજવણી


માદરે વતન ધ્રોલ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી ઉજવણી


સરકારના તમામ નિયમોના પાલન સાથે ઉતરાયણની કરી ઉજવણી


કૃષિમંત્રીએ પોતાના પરિવાર સાથે કરી ઉત્તરાયણની ઉજવણી


ધાબા પર પતંગ ઉડાવી કરી ઉજવણી

વડગામ નજીક દોરીથી બાઇક ચાલકના ગળે ઇજા

વડગામ નજીક દોરીથી બાઇક ચાલકના ગળે ઇજા. રોડ પર પસાર થઈ રહેલા બાઇક ચાલક ના ગળા મા દોરી ફસાઈ. ઇજાગ્રસ્તને સારવાર અર્થે પાલનપુર સિવિલ લવાયો

પતંગ ચગાવી સીએમએ મકર સંક્રાતીની કરી ઉજવણી

સીએમ ભુપેન્દ્ર પટેલ પોતાભાઈના ઘરે પહોંચ્યા. નારણપુરા સ્થિત ભાઈના ઘરે સીએમ પહોંચ્યા. સીએમ પોતના ભાઈ કેતન પટેલના ઘરે ઉજવશે ઉતરાયણ. પતંગ ચગાવી સીએમએ મકર સંક્રાતીની કરી ઉજવણી. રાજ્યની પ્રજાને મકર સંક્રાતિની આપી શુભેચ્છા.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પતગબાજોની પતંગબાજી

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પતગબાજોની પતંગબાજી. વહેલી સવારથી જ સારા પવન ના કારણે પતગ રસિયાઓ ખુશ. સરકારની ગાઈડ લાઈન સાથે પતગરસિકો કરી રહ્યા છે ઉત્તરાયણની ઉજવણી. ડીજે સાઉન્ડ પર સરકારના નિયંત્રણો. નિયંત્રણો વચ્ચે પતગ રસિકો કરી રહ્યા છે પતંગબાજી.

સાંસદ રંજનબેન ભટ્ટનો ચગ્યો પતંગ

સાંસદ રંજનબેન ભટ્ટનો ચગ્યો પતંગ. કહ્યું આજ રીતે 2022 વિધાનસભા ચૂંટણી માં ચડસે ભાજપનો પતંગ. પુત્ર, પૌત્રી સહિત પરિવાર સાથે મનાવી ઉત્તરાયણ. કોરોના ગાઈડલાઈન મુજબ માસ્ક સાથે ફક્ત પરિવાર સાથે મનાવ્યો તહેવાર. લોકોને કોવિડ ગાઈડલાઈન અનુસરવા કર્યો અનુરોધ.

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદઃ આજ સવારથી જ સમગ્ર ગુજરાતમાં પતંગ રસિકો પોતાના ધાબા પર ચડીને પતંગની મોજ માણી રહ્યા છે. જોકે, કોરોના સંક્રમણ હોવાથી લોકો તકેદારી સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. કોરોના સંક્રમણને પગલે પોલીસ દ્વારા ધાબા પર ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે કોરોનાના નિયમ સાથે ઉત્તરાયણ ઉજવવાની સૂચના આપવામાં આવી છે. 


કોરોના સંક્રમણ સમયે ઉત્તરાયણ હોવાથી પોલીસ પણ એલર્ટ બની છે અને અમદાવાદમાં તો લોકો કોરોનાના નિયમોનું પાલન કરે છે કે નહીં તે જોવા માટે પોલીસે ડ્રોનનો સહારો લીધો છે. ઉત્તરાયણને પગલે ગુજરાતી સીંગરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. અરવિંદ વેગડાએ એની સ્ટાઇલમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.