અમદાવાદ: પી.જી હોસ્ટેલમાં યુવતીની છેડતી કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ ભાવિન શાહ તરીકે થઇ હતી. ભાવિન શાહ એક ફૂડ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. ભાવિન શાહ નરોડાનો રહેવાસી છે. ભાવિન ઘટનાના બે દિવસ અગાઉ પણ ફૂડ ડિલિવરી માટે આવ્યો હતો. નોંધનીય છે કે  ભાવિને નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલા કમલનયન એપાર્ટમેન્ટ્સના ફ્લેટમાં પીજી હાઉસમાં મોડી રાત્રે ઘૂસીને યુવતીની છેડતી કરી હતી. નોંધનીય છે કે ભાવિનની તમામ હરકતો સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.


સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે, શખ્સ PGમાં ઘૂસીને યુવતીના શરીરના છાતીના ભાગે હાથ ફેરવીને તેની સામે જ માસ્ટરબેટ કરતો જોવા મળ્યો છે. આ બધું કર્યા બાદ આ શખ્સ આરામથી બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે.
14 જૂને રાત્રે એક શખ્સ PGમાં ધાબા પરથી ઘરમાં ઘૂસતો જોવા મળ્યો છે. પીળા કલરની ટી-શર્ટ અને જીન્સ પહેરેલો આ શખ્સ ત્રીજા માળ પર પહોંચીને ઘરમાં અંદર ઘૂસે છે તેણે ચેક કર્યું કે, કોઈ તેને જોઈ રહ્યું તો નથી ને, ત્યાર બાદ તે શખ્સ સોફા પર ઊંઘી રહેલી યુવતીને વાંધાજનક અડપલા કરવાના શરૂ કરી દીધાં હતાં.
શખ્સે જોયું કે યુવતી ઊંઘમાં છે તો તેણે રૂમનો દરવાજો થોડો બંધ કરી દીધો ત્યાર પછી શરીરના ભાગે અડવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં દરવાજો બંધ કર્યા બાદ શખ્સે યુવતીની સામે ઉભા રહીને માસ્ટરબેટ કરવાનું શરૂ કરી દીધું હતું.

બીજા રૂમમાંથી અન્ય યુવતી આ શખ્સને જોઈ જતાં તેમે બૂમાબૂમ કરીને પકડવાની કોશિષ કરી હતી જોકે આ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો અને બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને અમદાવાદીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ મહિલા આયોગે કમિશનર પાસે આ બનાવ અંગેનો રિપોર્ટ માગ્યો છે.