બોટાદઃ સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીને ફોન કરી ઠગાઈ કરવાનો પ્રયાસ કરતો આરોપી ઝડપાયો છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો પુત્ર બોલું છું, તે મુજબ ઓળખ આપી પી.એ.ને રૂપિયા 30 હજારની જરૂર હોય વ્યવસ્થા કરી આપવા કોઠારી સ્વામીને જણાવ્યું હતું. જોકે, મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરને આ બાબતે શંકા જતા પોલીસને જાણ કરી હતી.
પરસોત્તમ રૂપાલાના દીકરાના નામે ફોન કરનાર વ્યક્તિએ ફરી પી.એ. બોલું છું કહી મંદિર ખાતે પેમેન્ટ લેવા આવ્યો હતો. જોકે, હાજર પોલીસ દ્વારા તપાસ કરતા ફ્રોડ હોવાનું જાણ થતાં આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી યોગેશ દેવાણી અમરેલી જિલ્લાનો હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમ્યાન આરોપી પાસેથી એક મોબાઈલ અને 4 સીમકાર્ડ પોલીસે કબજે કર્યા છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના દીકરાના નામે કોણે સાળંગપુર હનુમાનજી મંદીરના કોઠારી સામે પાસે માંગ્યા 30 હજાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Oct 2020 11:25 AM (IST)
પરસોત્તમ રૂપાલાના દીકરાના નામે ફોન કરનાર વ્યક્તિએ ફરી પી.એ. બોલું છું કહી મંદિર ખાતે પેમેન્ટ લેવા આવ્યો હતો. જોકે, હાજર પોલીસ દ્વારા તપાસ કરતા ફ્રોડ હોવાનું જાણ થતાં આરોપીને ઝડપી પાડ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -