parikar 1 fire Ahmedabad: ગુજરાતના અમદાવાદના (ahmedabad apartment fire today) ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કર-૧ એપાર્ટમેન્ટમાં (parikar 1 fire Ahmedabad) આજે સાંજે એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ એપાર્ટમેન્ટમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે ગમે તે હદ સુધી જવા તૈયાર હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં લોકો પોતાના નાના બાળકોને બિલ્ડિંગની બાલ્કનીમાંથી નીચે ફેંકતા (children thrown from building fire) જોવા મળ્યા હતા, જે એક ડરામણું દ્રશ્ય હતું.

જો કે, નીચે ઉભેલા લોકોએ સમયસૂચકતા દાખવીને બાળકોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા. વીડિયોમાં લોકોની ચીસો અને ડર સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ અને અન્ય બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પોલીસ અને ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, સમયસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને એપાર્ટમેન્ટમાંથી ૨૦ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પોલીસના પ્રાથમિક તપાસ મુજબ, આ આગ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલા એક ફ્લેટમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. ત્યારબાદ આગ ધીમે ધીમે અન્ય માળ સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. રેસ્ક્યુ ટીમે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને તેમને જરૂરી પ્રાથમિક સારવાર પણ પૂરી પાડી હતી. હાલમાં પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. વહીવટીતંત્રે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક હેલ્પલાઇનનો સંપર્ક કરવા અપીલ કરી છે.