રથયાત્રાની પરંપરા યથાવત્ રાખવા કોંગ્રેસે માંગ કરી છે. અમિત ચાવડાએ જનતા કફર્યૂ રાખી રથયાત્રાને મંજૂરી આપવા માંગ કરી છે. કોર્ટના આદેશનું પાલન પણ થાય અને રસ્તો શોધવા તેમને માંગ કરી છે.
ઓરિસ્સા જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા માટે સુપ્રીમ કોર્ટ શરતો સાથે મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હાથ ધરેલ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, કેટલીક શરતો સાથે જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજી શકાશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર રોક મુદ્દે અરજી દાખલ કરવામાં આવી હતી.