Gujarat Rain: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં વરસાદ (rain) ને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, વડોદરા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નગર હવેલી, ભાવનગર, બોટાદ, અમરેલી, મોરબીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર,અરવલ્લી, મહીસાગર, દાહોદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


અમદાવાદમાં ધોધમાર વરસાદ


બંગાળની ખાડીમા વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અને ગુજરાત તરફ આગળ વધતાં અમદાવાદમાં પણ સવારથી મેઘરાજાનું આગમન થયું છે. આજે સતત ત્રીજા દિવસે અમદાવાદમાં વરસાદી (rain) માહોલ છવાયો છે. અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ (rain) વરસતા વિઝિબિલિટી ઘટી હતી. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. આજે સતત ત્રીજા દિવસે શહેરમાં મેઘરાજાનું આગમન થતા અનેક વિસ્તારમાં વરસાદી  (rain)પાણી ભરાઇ ગયા છે. જીવરાજ પાર્ક, સાયન્સ સિટી, ગોતા, ઘાટલોડિયા, શ્યામલ, સરખેજ, વેજલપુર વિસ્તારમાં  સવારથી વરસાદનું આગમન થતાં વાતાવરણ આલહાદાયક બની ગયું હતું.


વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. આગામી ત્રણ કલાક અમદાવાદમાં મધ્યમ વરસાદની (rain)આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીનો 60 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.


અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસતાં  વિઝિબિલિટી ઘટી હતી. જેના કારણે વાહન ચાલકો દિવસે પણ  હેડલાઈટ ચાલુ કરવા મજબુર બન્યા હતા. અમદાવાદ શહેરમાં આજે સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેરના તમામ વિસ્તારોમાં હળવો વરસાદ  વરસી રહ્યો છે. રાણીપ, ઘાટલોડિયા,ન્યુ રાણીપ, મણીનગર, બોડકદેવમાં પણ મેઘરાજાનું સવારથી આગમન થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા  છે.


બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી 5 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની (Rain)શક્યતા છે. ભારે વરસાદના અનુમાનને લઇને આજે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં એલર્ટ આપ્યું છે. આજે વલસાડમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે. છે. . તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. 


આ પણ વાંચો..


Ahmedabad Rain:અમદાવાદમાં ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ