અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક સાથે 9 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.  ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ બીપીન જાડેજા, ડીવીઝનલ  ઓફિસર કૈઝાદ મહેરનોશ દસ્તુરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


સહાયક સબ ઓફિસર આસીફ એહમદ મોહમ્મદ હનીફ શેખ, સહાયક સ્ટેશન ઓફિસર સુધીર દાદુભાઈ ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર શુભમ  અમીરદાન ખડીયા, સહાયક સ્ટેશન ઓફિસર   અભિજીત ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર મેહુલ ભરતભાઈ ગઢવી, સહાયક સ્ટેશન ઓફિસર અનિરુદ્ધસંહ કનકસિંહ ગઢવી, ડીવીઝનલ ઓફિસર ઈનાયકહુસેન ઈબ્રાહીમભાઈ શેખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


તમામ ફાયર અધિકારીઓ ઉપર બોગસ ડીગ્રી અંગેના આક્ષેપ લાગ્યા હતા. મ્યુનિસિપલ કમિશનરે ફાયર અધિકારીઓને દસ દિવસમાં જવાબ આપવા સમય આપ્યો હતો. નાગપુરની કોલેજમાંથી મેળવેલ ડીગ્રી અંગે RTI કરવામાં આવતા સ્પોન્સરશીપ અને કોલેજની યોગ્યતા અંગે સવાલ ઉભા થયા હતા. 


અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ મુજબ જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ સર્વિસીસ ખાતામાં અજમાયશી ધોરણે ફરજ બજાવતા નીચે દર્શાવેલ કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા બિનઅધિકૃત/ખોટી સ્પોન્સરશીપ દ્વારા N.F.s.c. નાગપુર ખાતે ખોટી રીતે પ્રેવશ મેળવીને શૈક્ષિણક લાયકાત મેળવવા સંબંધમાં આવેલ ફરિયાદ અનુસંધાને વિજીલન્સ તપાસ તથા ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની ખાતાકીય તપાસમાં સાબિત થતા તેઓને મ્યુનિ કમિશનરશ્રી દ્વારા ટર્મીનેટ કેમ ન કરવા ?  તે અંગે ફાઈનલ શોકોઝ નોટીસ ઈસ્યુ કરવામા આવેલ. જે અન્વયે તેઓએ કરેલ ખુલાસો સંતોષકારક ન જણાતા કમિશનરશ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 22-08-2024ના રોજ સદર કર્મચારીઓ/અધિકારીઓને મ્યુનિસિપલ નોકરીમાંથી ટર્મીનેટ કરવા અંગેના હુકમાં કરવામાં આવેલ છે.    




10 દિવસમાં બોગસ સ્પોન્સરશીપ મામલે જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. સંતોષકારક જવાબ આપવામાં ન આવતા નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. અમદાવાદ ફાયરબ્રિગેડમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ અને ઓમ જાડેજાએ ગુજરાત સ્ટેટ સિવિલ ડિફેન્સ અમદાવાદની બોગસ સ્પોન્સરશીપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ ઓફિસરનું પ્રમાણપત્ર મેળવી અન્ય સંસ્થાઓમાં નિમણૂક મેળવી ફરજ બજાવી અને તેના અનુભવના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી.               


Gandhinagar: હવે ATMમાંથી નિકળશે કાપડની થેલીઓ, ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અનોખી પહેલ