અમદાવાદઃ મિશન 2022ને લઇ કોંગ્રેસની મહત્વની બેઠક યોજવામાં આવી છે. નવનિયુક્ત કાર્યકારી પ્રમુખો સાથે પ્રભારી અને પ્રમુખ બેઠક કરશે. ગુજરાત કોંગ્રેસના સહપ્રભારીઓ પણ બેઠકમાં હાજર રહેશે. શહેર અને જીલ્લાના પ્રમુખો પણ બેઠકમાં હાજર રહેશે. આજની બેઠકમાં મુખ્ય 5 મુદ્દાઓ પર ચર્ચા અને આયોજન કરવામાં આવશે.


કોંગ્રેસ પક્ષના સંગઠનની ચુંટણી અંગે ચર્ચા અને આયોજન થશે . આગામી સમયમાં યોજાનાર કાર્યકમ અંગે ચર્ચા કરવામાં આવશે. તારીખ ૨૧મી જુલાઈથી કોંગ્રેસ  રાજ્યવ્યાપી કાર્યકમ કરશે તે અંગે આયોજન થશે. તારીખ ૨૨મી જુલાઈથી જીલ્લાવ્યાપી કાર્યકમ શરૂ થશે તે અંગે ચર્ચા થશે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંગે બેઠકમાં આયોજન થશે.  ગુજરાત કોંગ્રેસની કો ઓર્ડીનેશન કમિટીના સભ્યો પણ બેઠકમાં રહેશે હાજર.


ગુજરાત કોંગ્રેસ પ્રદેશના ઉપપ્રમુખખો-  મહામંત્રી પણ જોડાશે બેઠકમાં.  પ્રવકતા, ફ્રન્ટલ ઓર્જનાઈઝેશન અને વિવિધ સેલના વડા પણ બેઠકમાં રહેશે હાજર. વિધાનસભાના પ્રદેશ ઇન્ચાર્જ અને લોકસભા ઇન્ચાર્જ પણ બેઠકમાં હાજર રહેશે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને બેઠકમાં થશે ચર્ચા. પ્રભારી રઘુ શર્મા અને પ્રમુખ જગદીશ ઠાકોરે દિલ્હીમાં હાઇ કમાન્ડ સાથે કરેલી મિટિંગની થશે ચર્ચા. એકતા યાત્રા અંગે પણ બેઠકમાં કરાશે આયોજન. વિધાનસભાની ચૂંટણી અંગે બેઠકમાં કાર્યકારી પ્રમુખોની જવાબદારી નક્કી કરાશે.