હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદના વધુ એક રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે.
26મીએ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચમાં ધોધમાર વરસાદ જોવા મળે તેવી સંભાવના છે.
27મીએ અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા-ભરૂચ, સુરતમાં ધોધમાર વરસાદ વરસે તેવી સંભાવના છે.
28મીએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે હળવા ઝાપટાં પડી શકે છે. આમ, આગામી દિવસોમાં વરસાદના વધુ એક રાઉન્ડથી ગરમીમાં રાહત મળી શકે છે.