અમદાવાદીઓ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા તેની મોડી રાતે ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મોડી રાતે વીજળીના કડાકા અને ભારે પવન સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે અમદાવાદમાં ઠેર-ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. અમદાવાદ સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી.
અમદાવાદમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ મેમ્કો અને નરોડામાં નોંધાયો હતો. નરોડા અને મેમ્કોમાં અઢી-અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. કોતરપુરમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદના ચકોડિયામા બે ઈંચ જ્યારે ઓઢવમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.
વિરાટનગરમાં એક ઈંચ, ઉસ્માપુરામાં સવા ઈંચ, રાણીપમાં બે ઈંચ, ચાંદખેડામાં એક ઈંચ, બોડકદેવમાં દોઢ ઈંચ, ગોતામાં સવા ઈંચ, સરખેજમાં પોણા બે ઈંચ, દુધેશ્વરમાં પોણા બે ઈંચ, મણીનગરમાં દોઢ ઈંચ, વટવામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.
ભારે પવન અને વરસાદ સાથે ધોધમાર વરસાદ પડતાં શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા જ્યારે શહેરમાં ઘણી જગ્યાએ ઝાડ પડ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
વરસાદના કારણે નીચણવાણા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતાં જેના કારણે મુશ્કેલી પડી રહી છે. ચોમાસું શરૂ થાય એ પહેલા અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની ફરી પોલ ખુલી હતી.
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, કયા વિસ્તારમાં કેટલા ઈંચ વરસાદ પડ્યો? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jun 2020 08:39 AM (IST)
મોડી રાતે વીજળીના કડાકા અને ભારે પવન સાથે અમદાવાદમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે અમદાવાદમાં ઠેર-ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -