ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાની ફરી એકવાર પોલ ખૂલી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના સાણંદમાં બર્થ- ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. દારૂની મહેફિલ માણતા 39થી વધુ નબીરાઓની અટકાયત કરી હતી. જેમાં 13 યુવકો અને 26 યુવતીઓનો સમાવેશ થાય છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીએ બર્થ- ડે પાર્ટીનું આયોજન કર્યું હતુ. પોલીસના દરોડા સમયે પાર્ટીમાં 100થી વધુ લોકો હાજર હતા.

એક કારમાં યુવા ભાજપ અધ્યક્ષ લખેલું બોર્ડ મળ્યું

પોલીસે નબીરાઓની મર્સિડીઝ સહિતની અનેક મોંઘીદાટ કાર કબજે કરી હતી. કબજે કરાયેલી એક કારમાં યુવા ભાજપ અધ્યક્ષ લખેલું બોર્ડ મળી આવ્યું હતું. કોના આશીર્વાદથી બર્થ-ડે પાર્ટીની આડમાં દારૂપાર્ટી ચાલતી હતી? SMCની માહિતીના આધારે સાણંદ પોલીસે કાર્યવાહી કરી હતી. . તમામને પોલીસે ચાર બસમાં બેસાડી મેડિકલ તપાસ અર્થે લઈ ગઈ હતી. રિસોર્ટમાંથી અનેક મોંઘાદાટ વાહનો પણ જપ્ત કરાયા હતા. કબજે કરાયેલી એક કારમાં યુવા ભાજપ અધ્યક્ષ લખેલું બોર્ડ પણ જોવા મળ્યું હતું. સાણંદ નજીક ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલની બાતમીના આધારે સાણંદ પોલીસે દરોડા પાડ્યા હતા. સાણંદમાં એક સાથે દારૂની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાયાં હતા. દારૂ પીધેલ અવસ્થામાં 39થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.પાર્ટી સમયે રિસોર્ટમાં 100 લોકો હાજર હતાં. સાણંદ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ વન રિસોર્ટમાં રાત્રિ દરમિયાન પાર્ટી ચાલી રહી હતી. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટી દરમિયાન થઈ કાર્યવાહી કરાઇ હતી. ચોક્કસ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. 100 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તમામ લોકોને મેડીકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા હતા. સાણંદ પોલીસે કોઈ જ પ્રકારના દબાણમાં આવ્યા વિના આ કાર્યવાહી કરી હતી.

ધનવાન પરિવારના આ લોકોને સાણંદ પોલીસે દારૂબંધીનો ભાન કરાવ્યું હતું અને તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાર્ટીમાં વિદેશી દારૂ, બિયર તેમજ હુક્કા સિગરેટ જેવા નશીલા સામાન પોલીસે કબજે કર્યો હતો અને મોંઘી ડાટ ગાડીઓ જેવી કે બી એમ ડબલ્યુ, રેન્જ રોવર, થાર તેવી અનેક ગાડીઓ હતી જેમાં એક કાર પર યુથ બીજેપી અધ્યક્ષ લખેલું બોર્ડ પણ જોવા મળ્યું હતું તે ગાડી પણ હાજર હતી.

દારૂ પાર્ટીમાંથી કોણ- કોણ ઝડપાયા?

પ્રતિક સાંઘી, પાર્ટીના આયોજક, રહે. અમદાવાદ

રૂષભ દુગલ, રહે. શેલા, અમદાવાદ

રીતેષ વજીરાની, રહે. સેટેલાઈટ, અમદાવાદ

વિરાજ વિઠ્ઠલાણી, રહે. કાંચના ઝંઘા ક્રિકેટ બંગ્લો, જામનગર

નિનાદ પરીખ, રહે. આંબાવાડી, અમદાવાદ

અતિત બજાજ, રહે. વસ્ત્રાપુર, અમદાવાદ

રાજ અગ્રવાલ, રહે. આંબાવાડી, અમદાવાદ

નિખીલ બજાજ, રહે. જયપુર, રાજસ્થાન

દુષ્યંત ગોસ્વામી, રહે. સમર્પણ બંગ્લોઝ, બોડકદેવ

વરૂણ જૈન, રહે. ઈસ્કોન, અમદાવાદ

અમિત જોગીયા, રહે. સિંધુભવન, અમદાવાદ

પ્રિયમ પરીખ, રહે. થલતેજ, અમદાવાદ

સજલ અગ્રવાલ, રહે. પ્રહલાદનગર, અમદાવાદ

નમ્રતાબેન ખટ્ટર, રહે. ઈસ્કોન, અમદાવાદ

આયુશીબેન શાહ, રહે. પાલડી, અમદાવાદ

ભક્તિબેન રાવલ, રહે. ગુલબાઈ ટેકરા, અમદાવાદ

માનુષીબેન શાહ, રહે. શીલજ, અમદાવાદ

ઝલકબેન પટેલ, રહે. સેટેલાઈટ, અમદાવાદ

અવિ દુગ્ગડ, રહે. શેલા,અમદાવાદ

મેઘાવી બાકલીવાલ, સેટેલાઈટ, અમદાવાદ

રૂપાલી સાંઘવી, રહે. પ્રહલાદનગર, અમદાવાદ

જીનલ શાહ, રહે. વસ્ત્રાપુર, અમદાવાદ

ત્રીષા બજાજ, રહે. વસ્ત્રાપુર, અમદાવાદ

મંદીરા સાંઘી, રહે. પ્રહલાદનગર, અમદાવાદ

નુપુર બારોટ, રહે. ભાડજ, અમદાવાદ

આદિતી ઉર્ફે માલ્વીકા પટેલ, શેલા, અમદાવાદ

અંજલિ શ્રીવાસ્તવ, મકરબા, અમદાવાદ

સ્નેહા ખટ્ટર, સેટેલાઈટ, અમદાવાદ

ક્ષમા વજીરાની, સેટેલાઈટ, અમદાવાદ

વરૂણા જૈન, સેટેલાઈટ, અમદાવાદ

મીનાક્ષી કોઠારી, શાહીબાગ, અમદાવાદ

મીતા ખટ્ટર, સેટેલાઈટ, અમદાવાદ

નીતુ પોસ્વામી, બોડકદેવ, અમદાવાદ

મનિષા અગ્રવાલ, આંબાવાડી, અમદાવાદ

ધારા અરોરા, બોડકદેવ, અમદાવાદ

વિનીતા ચૌહાણ, શીલજ, અમદાવાદ

મીરા શાહ, સેટેલાઈટ, અમદાવાદ

શૈરીન પટેલ, આનંદનગર, અમદાવાદ

પ્રાચી ગોસ્વામી, બોડકદેવ, અમદાવાદ