Ahemdabad Rain update:હવામાન વિભાગની આગાહી દરમિયાન અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.રાણીપ, એસ પી રીંગ, સાણંદ, શેલા, શીલજ સહિતના મોટાભાગના વિસ્તારમાં સવારમાં ઘાટાટોપ વાદળો છવાયા હતા. સવારથી જ શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, પ્રહલાદનગર, એસજી હાઈવે, બોપલ, ઘુમામાં સવારથી વરસાદી માહોલે જમાવટ કરી હતી. શેલા, શીલજ, ઈસનપુર, રાણીપમાં સવારથી ધોધમાર વરસાદી ઝાપટાના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. જશોદાનગર, સાણંદ, એસ.પી રિંગરોડ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. સપ્તાહના પહેલા દિવસે સવારથી મેઘરાજાના મંડાણ થતાં ઓફિસ અને કામધંધા અર્થે જતા લોકોએ હાલાકી ભોગવી પડી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ બેથી ત્રણ દિવસ અમદાવાદ શહેરમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ વરસાદ વરસશે  મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની  અસરના કારણે   રવિવારે અમદાવાદમાં મહતમ તાપમાન 32.8 ડિગ્રી તો લઘુતમ તાપમાન રહ્યું 26.2 ડિગ્રી રહ્યું હતું.

Continues below advertisement

દાહોદના જિલ્લામાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી છે.  વરસાદી માહોલના કારણે સંજેલી નગર સહિત તાલુકાના અનેક ગામોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. સંજેલીના ચમારીયા, માંડલી, ડુંગરા, ચમારીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંવરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

વડોદરાના શિનોર અને કરજણ પંથકમાં રાત્રીના વરસ્યો વરસાદ વરસ્યો, શિનોર તાલુકામાં રાત્રીના સમયે એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. શિનોર,સેગવા, સીમળી, અવાલખ સહિતના ગામમાં વરસાદ વરસ્યો.માલસર, મિઢોળ, ઉતરાજ, ટીમ્બરવા, કરજણ,  તાલુકામાં રાત્રીના સમયમાં અડધો ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. કરજણ શહેર, નેશનલ હાઈવે 48, ધાવટ, કુરાલી, વેમાર ગામમાં સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઇ.શિનોરમાં અત્યાર સુધીમાં સિઝનનો 17.36 ઈંચ વરસાદ  વરસ્યો છે. કરજણમાં અત્યાર સુધીમાં સિઝનનો 20 ઈંચ વરસાદ વરસ્યો છે.                                                                                                               

Continues below advertisement

રાજ્યમાં વરસાદની મહેરથી અત્યાર સુધીથી  28 ડેમ 100 ટકા ભરાયા છે.  44 ડેમ હાઈ અલર્ટ પર છે.  રાજ્યના 206 જળાશયમાં સરેરાશ 60.05 ટકા જળસંગ્રહ થયો છે.